ગૂગલ અને સ્માર્ટકાર્ડ લોબી આધારને સફળ થવા દેવા ઇચ્છતી નથી : વાંચો ચોંકાવનારી બાબત

યુઆઈડીએઆઈએ મંગળવારે સુપ્રીમ કોર્ટની સમક્ષ આધાર મામલાની સુનાવણી દરમિયાન એક ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. આધાર કાર્ડની સંરક્ષક યુઆઈડીએઆઈએ ક્હ્યું છે કે ગૂગલ અને સ્માર્ટ કાર્ડ લોબી આધારને સફળ થવા દેવા ઈચ્છતી ન હતી. કારણ કે યુઆઈડીએઆઈ ઓળખ પ્રમાણિત કરવા માટે એક સરળ પદ્ધતિ તરીકે ઉભરી રહ્યું છે. તેને કારણે તેઓ બિઝનસની બહાર થશે. કોર્ટે એ મામલે આશંકા વ્યક્ત કરી હતી કે આધાર માટે લેવામાં આવેલી જાણકારી સુરક્ષિત છે કે નહીં. ભારતીય વિશિષ્ટ ઓળખ ઓથોરિટી તરફથી વરિષ્ઠ એડવોકેટ રાકેશ દ્વિવેદીએ મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી બંધારણીય ખંડપીઠને જણાવ્યુ હતુ કે યુરોપ આધારીત એક કોમર્શિયલ વેન્ચર તરફથી આવું અભિયાન ચલાવાયું છે કે આધારને સ્માર્ટ કાર્ડની જેમ વાપરવું જોઈએ નહીં. તેમણે ક્હ્યુ છે કે જો આધાર સફળ થશે તો સ્માર્ટ કાર્ડ આ બિઝનસમાંથી બહાર નીકળી જશે. ગૂગલ અને સ્માર્ટ કાર્ડ લોબી ઈચ્છતી નથી કે આધારને સફળ થવા દેવામાં આવે અને તેને કારણે તેમના તરફથી આધાર પર આરોપ લગાવાઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રાના નેતૃત્વવાળી ખંડપીઠના પાંચ ન્યાયાધીશોની ખંડપીઠમાંના જસ્ટિસ ડી. વાઈ. ચંદ્રચૂડે કહ્યુ હતુ કે મુખ્ય આશંકા છે કે આધાર માટે લેવામાં આવેલા ડેટાથી ચૂંટણી પરિણામો પ્રભાવિત થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે ટીપ્પણી કરી છેક  આધાર ડેટા લીક થવાથી ચૂંટણી પરિણામોને અસર પહોંચી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છેકે આધાર માટે લેવામાં આવેલા ડેટા સુરક્ષિત છે.. એ કહેવું મુશ્કેલ છે.. કારણ કે દેશમા ડેટા સુરક્ષાને લઈને કોઈ કાયદો અસ્તિત્વમાં નથી. આના સંદર્ભે એડવોકેટ રાકેશ દ્વિવેદીએ ક્હ્યુ હતુ કે બાયોમેટ્રિક ડેટા કોઈની સાથે શેયર કરાયા નથી. જેનું આધાર છે.. તેની સંમતિ વગર તેને કોઈને આપી શકાય નહીં. ડેટા લીક નહીં થવાનું સુનિશ્ચિત કરીશું.. પરંતુ આની એકસો ટકા ગેરેન્ટી હોઈ શકે નહીં. તેમણે ક્હ્યુ છે કે આને ફેસબુક લીક સાથે જોડી શકાય નહીં. યુઆઈડીએઆઈ તરફથી કહેવામાં આવ્યું છે કે મહેરબાની કરીને કેમ્બ્રિજ એનાલિટિકાને આધાર સાથે જોડો નહીં. આધાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરતું નથી અને વ્યક્તિગત છે. તેને લઈને એક પ્રકારે ડર ફેલાવાઈ રહ્ય છે કે ડેટા સુરક્ષિત નથી.. આધાર સીધેસીધા ઈન્ટરનેટ સાથે જોડાયેલા નથી અને તેની જાણકારી કોઈપણ ઓનલાઈન ચોરી કરી શકે નહીં.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter