GSTV

ગૂગલ-જીયો બંને મળીને બનાવશે સસ્તા 5G સ્માર્ટફોન, અંબાણીએ કરી જાહેરાત

અમેરિકાની દિગ્ગજ ટેક્નોલોજી કંપની ગૂગલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)કંપની જિઓ પ્લેટફોર્મની સાથે મળીને ભારતમાં સસ્તા એન્ડ્રોઇડ ફોન બનાવશે. RILના અધ્યક્ષ મુકેશ અંબાણીએ આ જાહેરાત કંપનીની 43મી AGMમાં જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે અમે ગૂગલની સાથે મળીને 4G-5G સ્માર્ટફોન બનાવીશું. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત હશે. મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ જીયો ફોન વેચાયા છે, પરંતુ હજી પણ ફિચર ફોન યુઝર્સ તેમની પાસે સ્માર્ટફોન આવવાની રાહ જોઈ રહ્યા છે.

અંબાણીએ કહ્યું, ‘અમારું માનવું છે કે અમે એન્ટ્રી લેવલ 4G અને 5G સ્માર્ટફોન બનાવી શકીએ છીએ. અમે એવા ફોન ડિઝાઈન કરી શકીએ છીએ જેની કિંમત સામાન્ય સ્માર્ટફોન કરતા ઘણી ઓછી હોય. ગૂગલ અને જિઓ મળીને એક વેલ્યુ એન્જિનિયર્ડ આધારિત સ્માર્ટફોન ઓપરેટિંગ સિસ્ટમ બનાવશે. ટુજી ફ્રીની જાહેરાત કરતા તેમણે કહ્યું કે ટુજી ફિચર ફોન યુઝર્સને સ્માર્ટફોનમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. અંબાણીએ કહ્યું કે કંપનીએ 5 જી નેટવર્ક તૈયાર કર્યું છે, જે વિશ્વનું બેસ્ટ 5જી નેટવર્ક છે. તેમણે દાવો કર્યો હતો કે આ 5જી નેટવર્કમાં સંપૂર્ણ રીતે ઘરેલુ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ માટે 20થી વધુ સ્ટાર્ટઅપ્સની મદદ લેવામાં આવી છે.

રિલાયન્સે Jioમાં 32.84% હિસ્સો વેચ્યો

અંબાણીએ ગૂગલ સાથે સ્ટ્રેટેજીક ભાગીદારીની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ગૂગલે જિઓમાં 33,737 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, તેના બદલે તેને 7.7 ટકા હિસ્સો મળશે. ગૂગલ જિઓમાં 13મું રોકાણકાર છે. સૌ પ્રથમ ફેસબુકે જિઓમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતુ અને ત્યારથી અત્યાર સુધીમાં કંપનીમાં 1.52 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. ફેસબુકનો જીયોમાં સૌથી વધુ 9.9 ટકા હિસ્સો છે. તાજેતરમાં ઇન્ટેલ કોર્પ અને ક્વાલકોમ ઇન્કે જિઓમાં રોકાણ કર્યું હતું. મુકેશે કહ્યું કે ગુગલના રોકાણથી જિઓ પ્લેટફોર્મ માટે મૂડીની વસૂલાત પૂર્ણ થઈ ગઈ છે. આ સોદાની સાથે રિલાયન્સે જિઓ પ્લેટફોર્મ લિમિટેડમાં 32.84 ટકા વેચ્યો છે.

READ ALSO

Related posts

સેલિબ્રિટીની પ્રેગ્નેંસી એક મોટો બિઝનેસ : થાય છે કરોડો રૂપિયાનો વેપાર, 7 કરોડ રૂપિયા તો હોય છે ફી

Pravin Makwana

ભારતને ઝટકો/ સેનાનું હેલિકોપ્ટર ધ્રુવ જમ્મુમાં થયું ક્રેશ : 2માંથી એક પાયલટનું મોત

Pravin Makwana

નવું Driving Licence બનાવવું હવે બિલકુલ આસાન, બસ ઘરે બેઠા જ આ રીતે કરો ઓનલાઇન અરજી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!