ગૂગલ આ પોપ્યુલર એપને પણ બંધ કરવા જઇ રહ્યું છે, આ રીતે પોતાની ચેટ સેવ કરો

ગૂગલે થોડા દિવસ પહેલા જાહેરાત કરી હતી કે તેઓ હેન્ગઆઉટને બંધ કરવા જઇ રહ્યાં છે, તો કંપની પોતાની લોકપ્રિય એપ ગૂગલ Alloને પણ બંધ કરવા જઇ રહ્યું છે. ગૂગલે એલો એપમાં ચાલુ વર્ષે એપ્રિલ મહિનાથી રોકાણ બંધ કર્યુ હતું. આ બંને એપને બંધ કર્યા બાદ ગૂગલ પોતાના એન્ડ્રૉઇડ મેસેજ પર વધુ ધ્યાન આપશે. તો હાલમાં જ એન્ડ્રોઇડ મેસેન્જરમાં ડેસ્કટૉપનો સપોર્ટ આપવામાં આવ્યો છે.

ગૂગલે ચાલુ વર્ષે એપ્રિલમાં એલો એપમાં રોકાણ બંધ કર્યા બાદ તેની પર કામ કરનારા લોકોને અન્ય પ્રોજેક્ટ્સમાં ટ્રાન્સફર કરી દીધા હતા અને સાથે જ એલો પ્રોજેક્ટના કેટલાંક લોકોને એન્ડ્રૉઇડ મેસેજ પર શિફ્ટ કરવામાં આવ્યા છે.

આખરે કેમ બંધ કરવુ પડી રહ્યું છે ગૂગલ એલો

સૌથી પહેલી વાત એ છે કે ગૂગલ એલોમાં વીડિયો કૉલિંગનું ફીચર નથી અને સાથે જ આ એપની સુરક્ષા પર પણ સવાલ ઉભા થયા છે, કારણકે આ એન્ડ ટૂ એન્ડ ઈનક્રિપ્ટેડ એપ નથી. જેના દ્વારા તમે કોઈ ફાઇલ પણ કોઇને શેર કરી શકતા નથી, જ્યારે એલોના પ્રતિસ્પર્ધી વ્હોટ્સએપ જેવી એપમાં પણ આ ફીચર્સ હાજર છે.

એલો એપથી પોતાની ચેટનો બેકઅપ કેવીરીતે લે

આ એપ માર્ચ 2019માં બંધ થઇ જશે, તેની પહેલા તમે પોતાની ચેટનો બેકઅપ લઇ લો. બેકઅપ માટે એપની સેટિંગમાં જાઓ અને પછી ચેટના વિકલ્પમાં જાઓ. હવે એક્સપોર્ટ મેસેજને પસંદ કરો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter