GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

VIDEO: ટૉયલેટ સાફ કર્યા બાદ જાતે જ સેનેટાઈઝ થઈ જશે આ બ્રશ, નામ છે Goodpapa

નામ સાંભળીને થોડું અજીબ લાગી રહ્યુ છે, પરંતુ વાસ્તવમાં Goodpapa એક ટૉયલેટ સાફ કરવાના બ્રશનું નામ છે. Goodpapa એક સેલ્ફ સેનેટાઈઝિંગ ટૉયલેટ બ્રશ છે. આ બ્રશ જાતે જ અલ્ટ્રા વૉયલેટ લાઈટ દ્વારા સેનેટાઈઝ કરે છે. Goodpapa દુનિયાનું પહેલું સેલ્ફ સેનેટાઈઝિંગ ટૉયલેટ બ્રશ છે.

ટૉયલેટ સીટ સાફ કર્યા બાદ બ્રશ 120 સેકન્ડમાં જાતે જ સેનેટાઈઝ કરી દે છે. કંપનીનો દાવો છેકે, આ સેનેટાઈઝિંગથી 99.9 ટકા સુધી બેક્ટેરિયા મરી જાય છે. આ બ્રશની સ્પીડ 300 આરપીએમ છે જેની મદદથી ટૉયલેટ સરળતાથી સાફ થાય છે.

આ બ્રશને ઓન અને ઓફ કરવા માટે એક બટન આપવામાં આવ્યુ છે. ખાસ વાત એ છેકે, આ બ્રશની બેટરીને બદલવાની જરૂર નથી તેને તમે ચાર્જ કરીને ઉપયોગ કરી શકો છો. એકવાર ચાર્જીંગમાં ત્રણ મહિના સુધીનાં બૅકઅપનો દાવો છે. તેમાં 2000mAhની બેટરી છે.

આ બ્રશને વોટરપ્રૂફ માટે IPX7ની રેટિંગ મળી છે. Goodpapa ટોયલેટ બ્રશ હાલમાં Kickstarter પર હાજર છે, જોકે, ગ્લોબલી ઉપલબ્ધતાને લઈને કોઈ જાણકારી નથી. કોરોનાનાં સમયમાં આ ઈનોવેશન ખરેખર વખાણવા લાયક છે.

READ ALSO

Related posts

ડુંગળી બાદ કાપડ એક્સપ્રેસ દ્વારા બાંગ્લાદેશમાં ગુજરાતનું કાપડ, કેમિકલ પહોંચશે

Karan

રાજ્ય અને કેન્દ્ર સરકારને આ કારણે થશે 10 લાખ કરોડનું નુકસાન, આ કેન્દ્રીય મંત્રીએ કર્યો દાવો

Dilip Patel

PAN કાર્ડ સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા બસ એક જ TWEETમાં થઈ જશે દૂર, આ રીતે કરો ફરિયાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!