GSTV
Ahmedabad ગુજરાત

દિવાળી સુધરી / રિયલ એસ્ટેટ બિઝનેસ માંથી હટ્યું કોરોનાનું ગ્રહણ, 2 વર્ષ જોવા મળ્યા સારા સંકેતો

આ વખતે તમામ લોકોની દિવાળી સુધરી. મધ્યમ હોય કે પૈસાદાર તમામની દિવાળી સારી રહી. કોરોના પહેલા જેવો માહોલ ધંધા રોજગારનો હતો તેના કરતા સારો માહોલ જોવા મળ્યો. ત્યારે તમામ સેક્ટર સાથે હવે રિયલ એસ્ટેટમાં પણ તેજી આવી છે.

રિયલ એસ્ટેટ

કોરોનાકાળ વચ્ચે છેલ્લા બે વર્ષથી તમામ ધંધાની હાલત ખરાબ થઈ ગઇ હતી. પરંતુ હાલ અમદાવાદ અને ગુજરાતમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં છે. અને તમામ ધંધા વેપાર સારા ચાલી રહ્યા છે. ત્યારે રિયલ એસ્ટેટમાં પણ તેજી જોવા મળી રહી છે. મધ્યમ વર્ગના લોકો ઘરનું મકાન અને ઘરની દુકાન લઇ રહ્યા છે. રિયલ એસ્ટેટના વ્યવસાયમાં માર્ચ 2019 થી મંદીનો માહોલ હતો. કોરોનાની પહેલી અને બીજી લહેરના કારણે તમામ વ્યવસાયો પડી ભાંગ્યા હતા. ત્યારે હવે રિયલ એસ્ટેટના વ્યવસાયમાં 30 થી 35 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે

કોરોના બાદ બેંકો વ્યાજદરમાં પણ ઘટાડો આવ્યો છે. મકાન કે દુકાનના ભાડા ભરવા તેના કરતાં હવે સરળતાથી બેક લોન પણ મળી રહી છે. ત્યારે લોકો બેંક લોન પર ઘર કે દુકાન લેવાનું પસંદ કરી રહ્યા છે. અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર. તમામ જગ્યાએ નવા ફ્લેટસ અને કોમર્શિયલની અનેક સ્કીમો ધમધમી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

અમદાવાદ / તૂટેલા રોડ પર થીગડાં મારવાના કામમાં ભ્રષ્ટાચારની આશંકા, AMC નથી આપી રહી કરોડોના ખર્ચની વિગત

Hemal Vegda

શું 800 કરોડનું કૌભાંડ સરકારની મીલીભગત વગર શક્ય છે? વિપુલ ચૌધારી મુદ્દે શક્તિસિંહ ગોહિલના જોરદાર પ્રહાર  

Hemal Vegda

પંચમહાલ / શહેરાના સદાનપુરના સરપંચે પરિવાર સાથે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ, જાણો શું છે કારણ 

Hemal Vegda
GSTV