GSTV
Home » News » ફરી પ્રેગ્નેન્ટ થઈ કરીના કપૂર, આ ડિસેમ્બરે આપશે Good Newwz

ફરી પ્રેગ્નેન્ટ થઈ કરીના કપૂર, આ ડિસેમ્બરે આપશે Good Newwz

અક્ષય કુમાર અને કરીના કપૂર સ્ટારર ફિલ્મ ગુડ ન્યૂઝની રિલીઝ ડેટ અનાઉન્સ કરવામાં આવી ગઈ છે. ફિલ્મની રિલીઝ ડેટ ફિલ્મના નવા પોસ્ટની સાથે અનાઉન્સ કરવામાં આવી છે. આ ફિલ્મ આજ વર્ષે ડિસેમ્બરમાં ક્રિસમસ પર રિલીઝ થશે. ફિલ્મમાં અક્ષય કુમારની સાથે સાથે કરીના કપૂર, કિયારા અડવાણી અને દિલજીત દોસાંઝ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં રિયલ લાઈફમાં એક બાળકને જન્મ આપી ચુકી કરીના કપૂર હવે ફિલ્મી પડદે પ્રેગ્નેન્ટ જોવા મળશે.

ફિલ્મના ત્રણ પોસ્ટર કરવામાં આવ્યા રિલીઝ

આ ફિલ્મના ત્રણ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે અને તેમાં કિયારા અને કરીનાને બેબી બમ્પની સાથે દર્શાવવામાં આવ્યા છે. પહેલા પોસ્ટરમાં તે બન્નેના બેબી બમ્પની વચ્ચે અક્ષય કુમાર ફસેલો જોવા મળી રહ્યા છે. તેને શેર કરતા તેમણે લખ્યું, ‘આ ક્રિસમસ પર ગુડન્યુઝની વચ્ચે ફસાયેલો છું. આ સીઝનની સૌથી મોટી ગડબડી માટે તૈયાર જુડાયેલા રહો.’

અક્ષય કુમારે શેર કર્યું પોસ્ટર

અક્ષય કુમારે બીજુ એક પોસ્ટર પણ રિલીઝ કર્યું. આ પોસ્ટરમાં કરીના અને કિયારાના બેબી બમ્પની વચ્ચે દિલજીત દોસાંઝ ફસાયેલા જોવા મળી રહ્યા છે. આ પોસ્ટરને શેર કરતા અક્ષયે લખ્યું, ‘અહીં બીજુ પણ કોઈ છે જે ક્રિસમસ પર તમારા માટે ગુડ ન્યુઝ લઈને આવી રહ્યા છે.’

આ છે ફિલ્મના ડાયરેક્ટર પ્રોડ્યુસર

તમને જણાવી દઈએ કે કરણ જોહર આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મનું ડાયરેક્શન રાજ મેહતા કરશે. આ ફિલ્મ 27 ડિસેમ્બરે રિલીઝ થશે.

Read Also

Related posts

યુપીનાં સોનભદ્રનાં પર્વતોમાંથી અદભૂત ખજાનો મળ્યો, ગોલ્ડ સહિત અન્ય ધાતુઓ પણ મળી આવી

pratik shah

Mahashivratri 2020: મહાશિવરાત્રિના દિવસે જો ભોળાનાથને પ્રસન્ન કરવા છે, તો આટલા કામ અવશ્ય કરો

Pravin Makwana

કોંગ્રેસના કંગાળ પ્રદર્શનને લઈ અધ્યક્ષ પર અનેક સવાલ, એપ્રિલ સુધીમાં રાહુલ ગાંધીની વાપસી થવાની શક્યતા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!