GSTV
Bharuch Corona Virus Trending ગુજરાત

ભરૂચમાં આવી ખુશખબરી, વધુ 3 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ

ભરૂચમાં કોરોના વાયરસના વધું ત્રણ દર્દીઓ સાજા થયા છે. કોવિડ હોસ્પિટલ બાદ ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ 3 દર્દીઓને રાખવામાં આવ્યા હતા.જેઓ સાજા થઈ જતા તેમને રજા આપવામાં આવી છે અને હોસ્પિટલના સ્ટાફે પણ તાળીઓના ગડગડાટ સાથે ત્રણેય દર્દીઓને રવાના કર્યા હતા.

3 દર્દી સાજા થતાં રજા અપાઈ

રાજ્યમાં હાલ કોરોના વાયરસનો કહેર છે, ત્યારે રાજ્યમાં આ વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે, ઘણા દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે. ત્યારે ભરૂચમાં પણ 3 દર્દી કોરોના વાયરસથી સાજા થયા છે. કોવિડ હોસ્પિટલ બાદ ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયેલ 3 દર્દીઓને રજા આપવામાં આવી છે. ત્યારે હોસ્પિટલ સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે આ ત્રણેય દર્દીને રવાના કર્યા છે. દેવલાના 1 અને ઇખરના 2 જમાતીઓ સાજા થયા છે.

READ ALSO

Related posts

Hug Benefits/ ખુશ રહેવું છે તો પોતાના અંગતને વ્હાલથી ભેટો, જાણો ગળે લાગવાના ફાયદા

Siddhi Sheth

વીમા પોલિસી લેપ્સ થઈ ગઈ છે તો રહો સાવધાન, થઈ શકે છે છેતરપિંડી, આ રીતે કરો બચાવ

Akib Chhipa

GUJARAT ELECTION / દક્ષિણ ગુજરાત કરતાં સૌરાષ્ટ્રમાં 14 ટકા ઓછું મતદાન, પાટીદાર વિસ્તારોમાં મતદાનનો માહોલ સૂસ્ત રહેતા ઉમેદવારોની ઉંઘ ઉડી

Kaushal Pancholi
GSTV