GSTV

ખેડૂતો માટે સારા સમાચાર : પીએમ કિસાન યોજનામાં મળશે 2 હજાર કરતા વધુની સહાય, બસ જમા કરાવો આ દસ્તાવેજ

Last Updated on September 25, 2021 by Zainul Ansari

પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર આપણા દેશના ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે પરંતુ, મીડિયામાંથી મળતા રિપોર્ટ મુજબ મોદી સરકાર ખેડૂતોની આ સુવિધાને બમણી કરવા અંગે વિચારી રહ્યુ છે. જો આ વિચારની અમલવારી થશે તો આવનાર સમયમા ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયાની જગ્યાએ ત્રણ હપ્તામાં 12 હજાર રૂપિયા સુધીની રકમ મળી શકે છે.

સરકારે હાલ આ યોજનાની જૂની વ્યવસ્થામાં અમુક પ્રકારના ફેરફાર કર્યા છે. હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ફક્ત તે જ ખેડૂતોને મળશે કે, જેના નામ પર ખેતર હશે એટલે કે પહેલાની જેમ જો પૂર્વજોની જમીનમાં ફક્ત હિસ્સો હશે તો તેમને હવે આ યોજનાનો લાભ મળી શકશે નહિ. જો તમારા નામે પણ કોઈ ખેતર હોય તો તમે પણ આ યોજનનો લાભ લેવા માટેની યોગ્ય કાર્યવાહી કરી લો જેથી તમે પણ આ યોજનાનો લાભ લઇ શકો છો.

કિસાન

આપવી પડશે આ જરૂરી માહિતી :

વર્ષ 2019માં શરૂ થયેલી આ યોજનામાં ભૂતકાળમાં અમુક પ્રકારની ગડબડો જોવા મળી હતી, જેને સુધારવાનો હાલ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે આ યોજનાને પારદર્શક બનાવવા માટે આ પગલું ભર્યું છે. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નવી નોંધણી કરાવનારા ખેડૂતોએ હવે અરજી ફોર્મમાં તેમની જમીનનો પ્લોટ નંબર સૂચવવો પડશે. જોકે, આ નવા નિયમોથી આ યોજના સાથે સંકળાયેલા જૂના લાભાર્થીઓને કોઈપણ પ્રકારની અસર થશે નહી.

જાણો કયા-ક્યા ખેડૂતોને મળી શકે છે આ લાભ :

પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ માત્ર એ જ ખેડૂતોને જ ફાયદો મળે છે કે, જેમની પાસે 2 હેક્ટર એટલે કે 5 એકર ખેતીલાયક જમીન હોય. હવે સરકારે હોલ્ડિંગ લિમિટ નાબૂદ કરી દીધી છે. આ ઉપરાંત જો કોઈ આવકવેરા રિટર્ન ફાઇલ કરે તો તે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઇ શકે નહિ. આ સિવાય વકીલો, ડોકટરો, સીએ જેવા વ્યવસાયકર્તાઓને પણ જમીન હોવા છતાં આ યોજનાનો લાભ મળી શકશે નહિ.

કિસાન

આ મહિનાઓમાં આવે છે પીએમ કિસાનનો હપ્તો :

દરેક નાણાકીય વર્ષમાં પહેલો હપ્તો 1 એપ્રિલ થી 31 જુલાઈ, બીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બર અને ત્રીજો હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચની વચ્ચેના સમયગાળામા આવે છે. આ હપ્તો સીધો જ ખેડૂતોના બેન્કના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

આ ભૂલોના કારણે નહિ મળે તમને સમયસર પૈસા :

ભૂતકાળના સમયમાં ઘણી વાર એવા કિસ્સા પણ બન્યા છે કે, સરકાર દ્વારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હોય પરંતુ, તે ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચ્યા હોતા નથી. આ સમયે આ સમસ્યા ઉભી થવા પાછળનું સૌથી મોટું કારણ એ જાણવા મળ્યું કે, ખેડૂતોએ નોંધણી કરાવતા સમયે પોતાના ખાતા નંબર અથવા તો આધાર નંબર લખવામા ઘણી ભૂલો કરી હતી જેના કારણે તેમના ખાતામાં પૈસા આવ્યા નહોતા. માટે નોંધણી કરાવતા સમયે આ બાબતો અંગે વિશેષ સાવચેતી રાખવી.

Read Also

Related posts

PM Kisan/ આ ખેડૂતોને નહિ મળે 10માં હપ્તાના 2000 રૂપિયા, જાણો સરકારના નિયમ

Damini Patel

ગુજરાત મોડલ/ રાજ્યમાં આવેલી 31 સરકારી પોલિટેકનિકોમાંથી હાલ 26 સરકારી પોલિટેકનિકોમાં કાયમી આચાર્ય જ નથી

Pravin Makwana

હાઈકોર્ટની ટકોર/ ફ્લાયઓવર બની ગયા બાદ નીચેના રસ્તાઓને ભૂલી જવાના ? ટ્રાફિક અને દબાણની સમસ્યા વિશે જવાબ રજૂ કરવા AMCને નિર્દેશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!