આનંદો! હવે ફક્ત 100 રૂપિયામાં ખરીદી શકશો રાંધણ ગેસ, સરકારે લીધો આ નિર્ણય


હવે તે દિવસો દૂર નથી જ્યારે ગરીબ લોકો રાંધણ ગેસનો સિલિન્ડર ખરીદવાના બદલે ગેસ એજન્સી પાસેથી 100 રૂપિયાનો એલપીજી ગેસ ખરીદી શકશે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે જ્યારે રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત વધુ હોય છે ત્યારે ગરીબ પરિવારે માટે એક જ વારમાં આટલી મોટી કિંમત ચુકવવી મુશ્કેલ થઇ જાય છે.

તેને ધ્યાનમાં લેતાં સરકાર આ મુશ્કેલને સરળ બનાવવાનો વિચાર કરી રહી છે.  તેમણે જણાવ્યું કે આવનારા સમયમાં એલપીજી ગેસ સિલિન્ડરને સૌર ઉર્જાથી ચાલતા સ્ટવમાં પરિવર્તીત કરવા પડશે કારણ કે સૌર ઉર્જા જ ભવિષ્યની ઉર્જા છે.

પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના સાથે સંબંધિત સ્ટડી કેસને જારી કરતાં પ્રધાને કહ્યું કે, કંપ્રેસ્ડ બાયોગેસને એલપીજીની જેમ ઉપયોગમાં લેવાનો રસ્તો કાઢ્યો છે.

વડાપ્રધાન ઉજ્જવલા ગેસ યોજના પર આઇઆઇએમ અમદાવાદાના પૂર્વ ડાયરેક્ટર એસ.કે.બરૂઆએ કેસ સ્ટડી કરી છે. પોતાની કેસ સ્ટડીમાં બરુઆએ જણાવ્યું કે, ઉજ્જવલા યોજનાના તમામ લાભાર્થીઓએ જણાવ્યું કે તેમાં તેમના સમયની બચત થઇ છે. તેવામાં સરકાર સામે તે પડકાર છે કે તેમના માટે રોજગારની કોઇ યોજના તૈયાર કરે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter