GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

ખુશખબરી : અહીં 1 ઓગસ્ટથી થિયેટર્સમાં ખાવાનું લઈ જઈ શકાશે

મહારાષ્ટ્રમાં મલ્ટીપ્લેક્સની અંદર સિનેમા જોનારા લોકો માટે એક ખુશખબરી છે. મુંબઈ હાઈકોર્ટના નિર્દેશ બાદ હવે મહારાષ્ટ્ર સરકારે સિનેમા હૉલની અંદર ફૂડ લઇ જવાની પરવાનગી આપી છે. આગામી 1 ઓગષ્ટથી ફિલ્મ બતાવનારા મૂવી થિયેટરની અંદર ફૂડ લઇ જઇ શકશે. એટલું જ નહીં, સિનેમા હૉલની બહાર વેચાતા ફૂડ પ્રોડક્ટની કિંમત પણ ઓછી થશે.

મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે કે તેઓ આ અનુસંધાનમાં મલ્ટીપ્લેક્સના માલિકોની સાથે બેઠક કરશે અને મલ્ટીપ્લેક્સની અંદર મળતા સામાનની કિંમત બજારમાં વેચાતા સામાનની કિંમત જેવી કરશે. આ અગાઉ બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને નિર્દેશ આપતા કહ્યું કે કોર્ટ સિનેમા હોલમાં બહારથી લઇ જનારા ફૂડ મુદ્દે વિચાર કરી પરવાનગી આપશે.

ન્યાયામૂર્તિ આરએમ બોર્ડ અને ન્યાયમૂર્તિ રાજેશ ખેતકરે આ નિર્દેશ જૈનેન્દ્ર બક્ષીની જાહેરહિતની અરજી પર આપ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે થિયેટરોમાં બહારનું ફૂડ અને પાણી અંદર લઇ જવા પર કોઈ બંધારણીય અથવા કાયદાકીય રોક નથી. આ ઉપરાંત વકીલ પ્રતાપે કહ્યું કે મહારાષ્ટ્ર સિનેમા નિયમન નિયમ હેઠળ થિયેટરો અને ઓડિટોરિયમોમાં અંદર ફૂડ વેચવું અને ફૂડને વેચવા માટે દર્શકોની પાસે જવુ પ્રતિબંધિત છે, પરંતુ આ બધુ અંધાધૂધ થાય છે.

તો સુનાવણી દરમ્યાન સિનેમા થિયેટર માલિકોની એક રાષ્ટ્રીય સંસ્થા ફીક્કી મલ્ટીપ્લેક્સ ઑનર્સ એસોસિએશને કહ્યું કે તેમને પણ આ મામલે પોતાનો પક્ષ રાખવા દેવામાં આવે. એસોસિએશનનું કહેવુ છે કે અરજી દાખલ કર્યા બાદ જે રાહત માંગવામાં આવી છે, તેનાથી મલ્ટીપ્લેક્સ માલિક પ્રભાવિત થશે, જે આ સંસ્થાના સભ્ય છે.

બાદમાં રાજ્ય સરકારે કહ્યું હતું કે તેઓ આ મુદ્દા પર બધા પક્ષો સાથે વિચાર કર્યા બાદ કોઈ નિર્ણય લેશે અને બે અઠવાડિયા બાદ કોર્ટને પોતાનો નિર્ણય સંભળાવશે. મહારાષ્ટ્ર સરકારે હવે સિનેમાહોલની અંદર ફૂડ લઈ જવાની પરવાનગી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં સિનેમાહૉલની અંદર ફૂડ પ્રોડક્ટ વધુ કિંમતે વેચવાનો ભારે વિરોધ ચાલી રહ્યો છે.

Related posts

ખેડૂતો માટે ખરીફ ટેકાના ભાવ થયા જાહેર, એમએસપીમાં 2.1 ટકાથી 12.7 ટકા થયો વધારો

Harshad Patel

ફ્લોપ ક્રિકેટરોની યાદીમાં પતિનું નામ જોઈ પત્નીનો પારો પહોંચ્યો સાતમા આસમાને

Mansi Patel

ખાનગી કંપનીમાં સેનેટાઈઝ બાદ વાહનો અંદર આવવા દેવાનું ભારે પડ્યું, કર્મચારીની બાઈકમાં લાગી ગઈ આગ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!