GSTV

ખુશખબર/ ગુજરાતમાં પણ સરકારી કર્મચારીઓના વધી જશે પગાર : નીતિન પટેલે આપ્યો મોટો સંકેત, લઈ શકે છે આ નિર્ણય

Last Updated on July 22, 2021 by pratik shah

કેન્દ્રની મોદી સરકારે સરકારી કર્મચારીઓના ડીએમાં ધરખમ વધારો કર્યો છે. બીજી તરફ રાજ્યમાં પણ સરકારી કર્મચારીઓના ડીએમાં વધારો કરવા રૂપાણી સરકાર વિચારી રહી છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ મામલે જણાવ્યુ કે, કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે રાજ્યમાં સરકારી કર્મચારીઓના ડીએમાં વધારો કરવામાં આવશે. ભારત સરકારના ડીએ ના રુલ્સ પ્રમાણે નક્કી થયું છે તે મુજબ ગુજરાત સરકાર તે પ્રમાણે લાભ આપશે.કેન્દ્ર સરકારે જે વધારો  કર્યો છે તે રીતે ભાવ વધારો ડી એ માં વધશે.

કેન્દ્ર સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને હાલમાં ૧૭ ટકા ડીએ ચૂકવવામાં આવે છે જે વધારીને ૨૮ ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે એક જાન્યુઆરી, ૨૦૨૦થી ૩૦ જૂન, ૨૦૨૧ સુધીનું ડીએ એરિયર્સ ચૂકવવામાં આવશે નહીં.

કેન્દ્રીય કેબિનેટ દ્વારા લેવાયેલા અન્ય મહત્ત્વપૂર્ણ નિર્ણયો

  • કેન્દ્રના લિસ્ટમાં ઓબીસીમાં પેટા કેટેગરી પાડવાના મુદ્દાની સમીક્ષા કરવા રચાયેલા પંચની મુદ્દત છ મહિના વધારવાનો નિર્ણય લીધો છે.
  • ભારતના આરોગ્ય મંત્રાલય અને ડેનમાર્ક વચ્ચે હેલ્થ અને મેડિસિનના ક્ષેત્રમાં સહકાર વધારવા માટે થયેલા એમઓયુને મંજૂરી આપી છે.
  • નેશનલ આયુશ મિશનને વધુ પાંચ વર્ષ એટલે કે ૨૦૨૬ સુધી સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ તરીકે ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.
  • ડિપાર્ટમન્ટ ઓફ એનિમલ હસ્બન્ડરી અને ડેરીની પુન: રચના કરવાના નિર્ણયને મંજૂરી આપી છે. આ ઉપરાંત ૫૪,૬૧૮ કરોડ રૂપિયાના લિવરેજ ઇન્વેસ્ટમેન્ટ માટે સ્પેશિયલ લાઇવસ્ટોક પેકેજને મંજૂરી આપી છે.
  • સરકારે ગારમેન્ટ નિકાસકારો માટે માર્ચ, ૨૦૨૪ સુધી આરઓઅસસીટીએલ (રીબેટ ઓફ સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ટેક્સિસ એન્ડ લેવિસ) સ્કીમને મંજૂરી આપી છે.
નીતિન

૪૮.૩૪ લાખ કર્મચારીઓ અને ૬૫.૨૬ લાખ પેન્શનરોને લાભ થશે

કેન્દ્રની મોદી સરકારના આ નિર્ણયથી કેન્દ્ર સરકારના ૪૮.૩૪ લાખ કર્મચારીઓ અને ૬૫.૨૬ લાખ પેન્શનરોને લાભ થશે. ઠાકુરે એક નિવેદનમાં જણાવ્યું છે કે સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓના ડીએ અને કેન્દ્રીય પેન્શનરોના ડીઆરમાં એક જુલાઇ, ૨૦૨૧થી ૧૧ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. સરકારે ડીએ ૧૭ ટકાથી વધારી ૨૮ ટકા કરવાનો નિર્ણય લીધો છે.

READ ALSO

Related posts

ભાંગતો સમાજ / 11 વર્ષની બાળાએ કોર્ટમાં કહ્યું, પિતા દારુ પીને મારે છે, મારે દાદી સાથે રહેવું છે

Pravin Makwana

સર્વિસથી અસંતોષ / કંટાળેલા ગ્રાહકે શોરૂમ બહાર જ ટુવ્હીલરને દઇ દીધી આગચંપી, ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો

Dhruv Brahmbhatt

શું હકીકતમાં એલિયન્સનું અસ્તિત્વ છે?, અમેરિકાની એક લેબે આકાશની કેટલીક તસવીરો ખેંચી તો….

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!