GSTV
AGRICULTURE India News Trending

ખુશખબર : ખેડૂતોના પાક વીમાનું પ્રીમિયમ સરકાર ભરશે, આ રાજ્ય સરકાર મફતમાં આપશે ખેડૂતોને વીમો

ભારતનું અર્થતંત્ર કૃષિ આધારિત માનવામાં આવે છે. અત્યારે પણ ભારતની કુલ જીડીપીમાં ખેતીનો ૧૭.૫ ટકા જેટલો ફાળો છે. તાજેતરની ગ્લોબલ ફૂડ ક્રાઇસીસે આ ક્ષેત્રનું મહત્ત્વ વધારી દીધું છે. તમામ સરકારો વોટ બેન્કને લીધે પણ ખેડૂતો ઉપર લક્ષ્ય આર્મ છે તે સીલ સીલામાં આંધ્ર પ્રદેશ સરકારે નિ:શુલ્ક પાક વીમો આપવાની જાહેરાત કરી છે. તે માટેનું પ્રિમીયમ રાજ્ય-સરકાર પોતે ભરે છે.

મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ ખેડૂતોને રાહત આપવામાં વાયએસઆર (વાયએસઆર) ક્રોપ ઇન્સ્યોરન્સ સ્કીમ તરતી મુકી છે. તેમણે કહ્યું હતું કે આ યોજના નીચે હજ્જારો ખેડૂતોનાં ખાતાંઓમાં ૩.૫૮ કરોડ રૂપિયા જમા કરાયા છે તમામ પાકોને, ઋતુ ભરોસા કેંન્દ્ર દ્વારા ઇ-ક્રોપમાં એનએસલ કરાઈ રહ્યા છે તેથી વીમા યોજનાનું કવેરજ મળે છે.

આ સંબંધે વધુ માહિતી આપતાં તિરૂપતિના સાંસદ ડૉ. એમ. ગુરૂમૂર્તિએ કહ્યું હતું કે ગત વર્ષે ખરીફ સીઝનમાં વિભિન્ન કારણોસર પાકમાં નુકસાન થયું હતું. ત્યારે ખેડૂતોને વીમાના પૈસા આપવામાં આવ્યા હતા. તે માટે સત્યવેદુપુરમ્ વિધાનસભા ક્ષેત્રમાં આવેલાં કેવીબી પુરમ્માં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે સતત ૩ વર્ષ સુધી ખેડૂતોને લાભ આપ્યો હતો.

આ સાંસદે વધુમાં કહ્યું હતું કે રાજ્યની ૮૦ ટકા વસ્તી એક કે બીજી રીતે કૃષિ સાથે જોડાયેલી છે. તેથી ખેડૂતોને થતું નુકસાન આ યોજના નીચે ભરપાઈ કરાય છે. તિરૂપતિ જિલ્લામાં ૫,૨૯૭ ખેડૂતોનાં ખાતામાં ૩.૫૮ કરોડ રૂપિયા જમા કરાયા છે.

READ ALSO

Related posts

નફીસા આપઘાત કેસ / પ્રેમી રમીઝની પોલીસે કરી ધરપકડ, આરોપી પર આપઘાત માટે ઉશ્કેરવાનો આરોપ

Zainul Ansari

મહારાષ્ટ્ર / બળવાખોર ધારાસભ્યોની સુપ્રીમ કોર્ટમાં અરજી : અમારા જીવને જોખમ, રોજ મળી રહી છે ધમકીઓ

Hardik Hingu

મહારાષ્ટ્ર સત્તા સંગ્રામ / રાજકીય ઘમાસાણ વચ્ચે આદિત્ય ઠાકરેનું નિવેદન, ‘હમ શરીફ ક્યાં હુએ, દુનિયા બદમાશ હો ગઈ’

Hardik Hingu
GSTV