GSTV

Good News: ફ્રી-બેન્કિંગ સેવાઓ પર નહીં લાગે ટેક્સ, નોટિસ પાછી લઇ શકે છે સરકાર

Last Updated on May 10, 2018 by Arohi

બેંક અને તેના ગ્રાહકો માટે ખુશ ખબર છે. ટેક્સ વિભાગ ઘણી બેન્કોને ફ્રી સર્વિસ પર સર્વિસ ટેક્સ આપવા વાળી નોટિસ પછી ખેચી શકે છે. હાલમાં જ વિભાગ દ્વારા ઘણી બેન્કોને ‘ફ્રી સર્વિસ’ પર સર્વિસ ટેક્સ વસૂલ કરવા માટે નોટિસ મોકલવામાં આવી હતી. ત્યારબાદ ખબર આવી હતી કે બેંક આ ટેક્સ ગ્રાહકો પાસેથી વસુલી રહી છે. નાણા સેવા વિભાગે આ મામલે બેંકનો પક્ષ લીધો છે. બેંક આ ટેક્સનો વિરોધ કરી રહી છે.

નાના મત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે રેવેન્યૂ ડીપાર્ટમેન્ટ સાથે વાત કરવામાં આવી છે અને આ કેસને આગળ ન વધારવાની વિનંતી કરી છે. અમુક DGGSTIના અધિકારીઓએ ICICI બેંક, HDFC બેંક અને એક્સિસ બેંકને આ ટેક્સ નોટિસ મોકલી છે. આ ઉપરાંત SBI અને બીજી અમુક સરકારી બેન્કોને પણ નોટિસ આપવામાં આવી છે.

આ બેન્કો પાસેથી જુલાઈ 2012થી જૂન 2017 સુધી સર્વિસ ટેક્સ પર પેનલ્ટી અને વ્યાજની માંગ કરી હતી. DGGSTIના અધિકારી આવી નોટિસ બીજી બેન્કોને પણ આપવાની તૈયારીમાં હતા.

બધી બેંકના મિનિમમ બેલેન્સના નિયમ અલગ છે. આના આધારે તે ફ્રી સેવાઓ આપે છે. ટેક્સની આ માંગ ગ્રાહકોને આપવામાં આવતી ફ્રી સેવાઓ જેવી કે મિનિમમ બેલેન્સ, એટીએમમાંથી ફ્રી કેશ કાઠવાની સુવિધા, ચેક બુક, એકાઉન્ટ સ્ટેટમેંટ, ઈન્ટરનેટ બેન્કિંગ, ડેબીટ કાર્ડ પર કરવામાં આવી હતી.

નાણા મત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે નાણા સેવા વિભાગ દ્વારા આ મામલે સફાઈ માંગી હતી. હાલમાં આ વાતનો ખૂલાસો નથી કે આ પ્રકારની સેવાઓ પર ટેક્સ લેવો જોઈએ કે નહીં.

Related posts

ખુશખબર / LPG પર ફરી શરૂ થઈ ગઈ સબ્સિડી! અકાઉન્ટમાં આવી રહ્યા છે રૂપિયા, તમે પણ આવી રીતે કરી શકો છે ચેક

Zainul Ansari

સરકારની સુપરહિટ સ્કીમ! દૈનિક 1 રૂપિયાનું કરો રોકાણ અને મેળવો 15 લાખ રૂપિયા, આ રહી સંપૂર્ણ ડિટેલ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!