GSTV

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હાશકારો, મહાભિયોગ મામલે સેનેટે આ પ્રસ્તાવને નકારી દીધો

Last Updated on February 2, 2020 by Mayur

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ મહાભિયોગની કાર્યવાહી મામલે સેનેટે નવા સાક્ષીઓ અને દસ્તાવેજો રજૂ કરવાના ડેમોક્રેટ પાર્ટીના પ્રસ્તાવને નકારી દીધો છે. સેનેટના આ નિર્ણય બાદ એવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે કે સેનેટ આગામી સપ્તાહે જ રાષ્ટ્રપતિ ટ્રમ્પને તેમના પર લાગેલા આરોપોમાંથી મુક્ત કરી શકે છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરૂદ્ધ ડેમોક્રેટ સાંસદોએ નવા સાક્ષીઓ રજૂ કરવાની મંજૂરી માંગ હતી કે જેથી પૂર્વ એનએસએ બોલ્ટનની યુક્રેનની મદદ રોકવા સંબંધી ગવાહી કરાવી શકાય. પરંતુ વિપક્ષના આ પ્રસ્તાવ પર રોક લગાવવા માટે 51 મત પડ્યા. જ્યારે કે તેના પક્ષમાં 49 મત પડ્યા.

100 સભ્યો ધરાવતા સેનેટમાં રિપબ્લીકન પાસે 53 અને ડેમોક્રેટ્સ પાસે 47 બેઠકો છે. જો કે ટ્રમ્પની જ રિપબ્લીકન પાર્ટીના બે સેનેટર મિટ રોમની અને સુઝેન કોલિન્સે પાર્ટી લાઇન વિરૂદ્ધ મતદાન કર્યું અને ડેમોક્રેટ્સનો પક્ષ લીધો. મહત્વનું છે કે અમેરિકન સંસદના નીચલા ગૃહમાં ડેમોક્રેટ્સની બહુમતિ હોવાથી અહીં ટ્રમ્પ વિરૂદ્ધનો મહાભિયોગ પ્રસ્તાવ પસાર થઇ ગયો. પરંતુ સેનેટમાં આ પ્રસ્તાવ ફગાવાયા બાદ ટ્રમ્પ વિરૂદ્ધ મહાભિયોગ પસાર થવાની શક્યતા ખત્મ થઇ ગઇ છે.

READ ALSO

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!