GSTV

વેપારીઓ માટે ખુશખબર : 3 લાખ કરોડ રૂપિયાની યોજનાની સરકાર વધારી રહી છે ડેડલાઈન, ઉતાવળ કરજો

કેન્દ્ર સરકાર ૩ લાખ કરોડ રૃપિયાની ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ(ઇસીએલજીએસ)ની ડેડલાઇન ૩૧ ઓક્ટોબરથી વધારે તેવી શક્યતા છે. આ યોજના હેઠળ કોરોના કટોકટીને કારણે મુશ્કેલીમાં મૂકાયેલા નાના કદના એકમો અને વ્યકિતગત પ્રોફેશનલને ઇમરજન્સી વર્કિંગ લોન ફેસિલિટી આપવામાં આવે છે.

સરકાર ઓકટોબર પછી પણ આ યોજનાને ચાલુ રાખવાનું વિચારી રહી

ઉલ્લેખનીય છે કે આ અગાઉ સરકારે આ યોજનાનો વ્યાપ વધારીને નાના ઉપરાંત મોટા કદના એકમોને પણ આ યોજનાનો લાભ આપવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત ડોક્ટર, ચાર્ટડ એકાઉન્ટન્ટ અને કેબ ડ્રાઇવરને પણ આ યોજનાનો લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ઓકટોબર પછી પણ આ યોજનાને ચાલુ રાખવાનું વિચારી રહી છે.

કેન્દ્રીય કેબિનેટે ૨૦ મે, ૨૦૨૦ના રોજ આ યોજનાને મંજૂરી આપી હતી

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કેબિનેટે ૨૦ મે, ૨૦૨૦ના રોજ આ યોજનાને મંજૂરી આપી હતી અને તે સમયે આ યોજના ૩૧ ઓક્ટોબર, ૨૦૨૦ સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ નીચા વ્યાજ દરે સરળતાથી લોન આપવામાં આવે છે. તાજેતરમાં જ નિર્મલા સિતારમણે આ યોજનાનો વ્યાપ વધારવાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આ સ્કીમ હેઠળ હવે મહત્તમ ધિરાણની રકમ પાંચ કરોડ રૃપિયાથી વધારી દસ કરોડ રૃપિયા કરવામાં આવી છે.

માર્ચ, ૨૦૧૪માં રચાયેલી એનસીજીટીસી કેન્દ્ર સરકારની સંપૂર્ણ માલિકીની કંપની

ઇસીએલજીએસ માટે બે જૂનના રોજ ઓપરેશન ગાઇડલાઇન જાહેર કરનાર નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ(એનસીજીટીસી)એ જણાવ્યું હતું કે આ યોજના હેઠળ બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે વ્યાજ દરની મહત્તમ મર્યાદા વાર્ષિક ૯.૨૫ ટકા રાખવામાં આવી છે. જ્યારે નોન બેકિંગ ફાઇનાન્સ કંપની(એનબીએફસી) માટે વ્યાજ દરની મહત્તમ વાર્ષિક મર્યાદા ૧૪ ટકા રાખવામાં આવી છે. માર્ચ, ૨૦૧૪માં રચાયેલી એનસીજીટીસી કેન્દ્ર સરકારની સંપૂર્ણ માલિકીની કંપની છે.

READ ALSO

Related posts

નશાખોર ડ્રાઈવરે પોલીસને 100 કિ.મી. દોડાવી, 7 બેરીકેટ તોડીને ટ્રક લઈને ભાગતો રહ્યો, કારણ જાણીને ચોંકી જશો

Dilip Patel

પક્ષાંતર વાળી 22 બેઠકો જીતવા મામાનો માસ્ટરપ્લાન : 22 લાખ ખેડૂતો માટે ફાયદાવાળી જાહેર કરી દીધી આ યોજના

Dilip Patel

કામના સમાચાર/ મફતમાં ગેસ સિલિન્ડર યોજનાને 11 દિવસ જ બાકી, 8 કરોડ લોકોએ લીધો લાભ તમે બાકી હોય તો આ રીતે કરાવો નોંધણી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!