પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોને કારણે અને દેશને પ્રદુષણ મુક્ત બનાવવા માટે ઈલેક્ટ્રિક વાહનોનો સતત પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જો તમે પણ ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. કારણ કે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ઈલેક્ટ્રિક વાહનો ખરીદનારા લોકો માટે એક ખાસ ઓફર લઈને આવી છે. જેના કારણે તમને ઘણો ફાયદો થવાનો છે. આ સિવાય ઘણા રાજ્યો પોતાના હિસાબે સબસિડી પણ આપી રહ્યા છે. આ સાથે જ કેન્દ્ર સરકાર પણ બહુ જલ્દી પોતાની તરફથી ઇલેક્ટ્રિક વ્હીકલ પર છૂટની જોગવાઈ કરવા જઈ રહી છે. જોકે આ છૂટ ક્યારે લાગુ થશે તેની સત્તાવાર જાહેરાત હજુ કરવામાં આવી નથી. પરંતુ તમારા માટે SBIની ખાસ ઓફર શરૂ થઈ ગઈ છે. જેનો તમે લાભ લઈ શકો છો.

ઉલ્લેખનીય છે કે આ ઓફર હેઠળ સામાન્ય કાર લોનના બદલે ઈલેક્ટ્રિક વાહન પર લોન લેવા પર 0.20 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય બેંક તમને પ્રોસેસિંગ ફી પર ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. જો તમે ઓછી EMI પર લોન લેવા માંગો છો, તો બેંક તમને તેના માટે 8 વર્ષનો સમય આપી રહી છે. આવી સ્થિતિમાં તમારા પર EMI ખર્ચનો વધુ બોજ નહીં પડે. એટલું જ નહીં 21થી 67 વર્ષની વયજૂથના લોકો SBIની આ લોનનો લાભ લઈ શકે છે. SBI આ લોન આર્મી અને સિક્યોરિટી ફોર્સના જવાનો, સરકારી કર્મચારીઓ, બિઝનેસમેન, ફર્મ અથવા કૃષિ સાથે જોડાયેલા લોકોને આપી રહી છે.
SBIના જણાવ્યા મુજબ સૈન્ય બળ અને સરકારી કર્મચારીઓ કે જેમની પોતાની અને તેમના કો-એપ્લિકેન્ટની વાર્ષિક આવક રૂ. 3 લાખ છે. તેઓ આ લોનનો લાભ લઈ શકે છે. આવી સ્થિતિમાં જો તમે ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે SBI તરફથી આ લોનનો લાભ લઈ શકો છો. આ લોન ઓફરનો લાભ લઈને તમે સારી એવી બચત કરી શકો છો. આ સિવાય ઘણી બેંકો પોતાના હિસાબથી ઈલેક્ટ્રિક વાહનો પર ડિસ્કાઉન્ટ આપી રહી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- શેરબજારોમાં દૈનિક સરેરાશ કેશ વોલ્યુમ્સમાં છેલ્લા ૧૧ વર્ષમાં સૌથી મોટો ઘટાડો
- BIG NEWS: દિલ્હીમાં PM મોદીના વિરોધમાં ‘Poster War’ પોલીસે દાખલ કરી 44 FIR
- અમેરિકા તથા યુરોપમાં બેન્કોમાં નબળાઈની અસર આઇટી સેક્ટરમાં મોટાપાયે જોવા મળશે, આવું છે કારણ
- સોનામાં રેકોર્ડ તેજીના વળતા પાણી ક્રૂડતેલના ભાવ જો કે ફરી ઉંચકાયા
- વૈશ્વિક સ્તરે હાલમાં સર્જાયેલી નાણાંકીય અસ્થિરતાના ભારત પર મોટા પરિણામો જોવા નહીં મળે : RBI