આગામી મહિનાઓમાં ઇલેક્ટ્રિક વાહનો ૩૦ ટકા સુધી સસ્તા થઈ શકે છે. સામાન્ય બજેટમાં બેટરી સ્વેપિંગની જાહેરાત બાદ કેન્દ્ર સરકાર ટેક્સમાં છૂટ સહિત અન્ય ઘણી રાહતો પર વિચાર કરી રહી છે. ઇલેક્ટ્રિક કારને પ્રોત્સાહન આપવાના હેતુમાં બેટરીની કિંમત સૌથી મોટી અડચણ રહી છે. કારની કુલ કિંમતમાં તેનો હિસ્સો 30-40 છે. હવે બેટરી સ્વેપિંગ સિસ્ટમથી કારમાંથી બેટરીની કિંમત દૂર થઇ જશે એટલે કે, વાહન લેતી વખતે કારની કિંમત ચૂકવવી પડશે. આ પછી ગ્રાહકો અલગ અલગ કંપનીઓ પાસેથી બેટરી ભાડે લઈ શકશે. બેટરીની ક્ષમતા-કદ પ્રમાણે ભાડું હશે. આ અંગે સરકાર એપ્રિલ મહિનાથી વિચારણા કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ભાડામાં બેટરીની કેટલીક કિંમત ચૂકવવાનો વિકલ્પ પણ આપવામાં આવી શકે છે. બેટરી પૂરી થઈ જશે ત્યારે ગ્રાહકો તેને કંપનીઓના સ્ટોર્સમાં લઈ જઈને તેને બદલી શકશે. આ સાથે તેને ચાર્જિંગ અને અન્ય મેઇન્ટેનન્સ સંબંધિત વસ્તુઓમાં લાગતો સમય પસાર કરવો પડશે નહીં. હાલ આ સેવાઓ અને બેટરી પર 18 ટકા જીએસટી લાગે છે, જે કાઉન્સિલની આગામી બેઠકમાં ઘટાડીને 5 ટકા કરવામાં આવનાર છે.

મોટું લક્ષ્ય :
સરકારનું લક્ષ્ય છે કે ૨૦૩૦ સુધીમાં ૩૦ ટકા ખાનગી વાહનો, ૭૦ ટકા કોમર્શિયલ વાહનો અને ૪૦ ટકા બસો ઇલેક્ટ્રિક હોવી જોઈએ. ટુ વ્હીલર અને થ્રી વ્હીલરમાં 80 ટકા ઇલેક્ટ્રિક હોય છે.
મોટી પહેલ :
- ૨૦૨૧ માં આ વાહનોના રજિસ્ટ્રેશનમાં ૧૬૦ નો ઉછાળો જોવા મળ્યો હતો.
- મોટા હાઇવે પર સરકાર દ્વારા 600થી વધુ ચાર્જિંગ પોઇન્ટ બનાવવામાં આવ્યા છે, ઘણા રાજ્યો પણ તેમાં ઝડપથી કામ કરી રહ્યા છે.

આ પ્રયાસો પણ થઈ રહ્યા છે :
- લિથિયમ બેટરીની જરૂરિયાતમાંથી 81 નું ઉત્પાદન ભારતમાં થઈ રહ્યું છે અને ઘણી સંસ્થાઓ પોસાય તેવી બેટરી બનાવવા પર સંશોધન કરી રહી છે.
- પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે ઇલેક્ટ્રિક વાહનો પર જીએસટી ફક્ત ૫ છે જ્યારે પેટ્રોલ વાહનો પર ૪૮ છે.
- દિલ્હી-પુણેને ઇલેક્ટ્રિક વ્હીકલ સ્પેશિયલ મોબિલિટી ઝોન બનાવવામાં આવશે, અહીં માત્ર ઇલેક્ટ્રિક વાહનોનું જ રજિસ્ટ્રેશન થશે.
- આ શહેરો ઉપરાંત ભવિષ્યમાં દેશના વધુ નવ શહેરોને પણ ઇવી ઝોનમાં રૂપાંતરિત કરવાનું આયોજન છે.
Read Also
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત