ગુજરાતના મગફળીના ખેડૂતો માટે સરકારે કરી મોટી જાહેરાત, 15 નવેમ્બરથી શરૂ થશે ખરીદી

ગુજરાતમાં મગફળીની અાવકની શરૂઅાત છતાં સરકારે ટેકાના ભાવે ખરીદી ન કરતાં ખેડૂતોમાં ઉહાપોહ મચ્યો હતો.  ખેડૂતોનો વિવાદ અાગ વધે તે પૂર્વે સરકારે અાજે મોડી સાંજે અેક પ્રેસ કોન્ફરન્સ કરી 15 નવેમ્બરથી મગફળીની ખરીદીની જાહેરાત કરી છે. રાજ્યમાં અા વર્ષે અોછા વરસાદને પગલે મગફળીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. ગત વર્ષે મગફળીની ખરીદીમાં કૌભાંડો બાદ અા વર્ષે સરકાર અને નાફેડ મગફળીની ખરીદીમાં દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકીને પીવે તે પ્રકારે ખરીદી કરે તેવી સંભાવના છે. રાજ્યમાં 122 ખરીદકેન્દ્રો પરથી સરકારે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. ગત વર્ષે સરકારે 8.30 લાખ ટન મગફળીની ખરીદી કરી હતી. ખરીફ સિઝનમાં મગફળી અે સૌથી મોટો તેલીબિયાં પાક છે. જેનું ઉત્પાદન 30 લાખ ટનની અાસપાસ રહેતું હોય છે. અા વર્ષે ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે.

 • 15 નવેમ્બરથી મગફળીની ખરીદી શરૂ થશે
 • 122 ખીદ કેન્દ્રો પરથી ખરીદાશે મગફળી
 • મગફળીના પ્રતિ મણ ટેકાના ભાવ 1,001 રૂપિયા
 • અગાઉના ભાવ રૂપિયા 978 રૂપિયા હતા
 • મગફળીના ભાવમાં પ્રતિમણ રૂપિયા 23નો વધારો
 • મગફળીના ટેકાના ભાવમાં વધારો થયો
 • નાફેડ નફો કરી તેવી સ્થિતિમાં અાવી ગયું છે.
 • નાફેડ ભારત સરકારની અેજન્સી છે. ગુણદોષના અાધારે દોષારોપણ થતું હોય છે.

 

લાભ પાંચમથી રાજ્યમાં 122 કેન્દ્રો પરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે.

મગફળીકાંડ બાદ ગુજકોટની કામગીરી સામે સવાલો ઉઠતાં આ વખતે મગફળીની ખરીદીમાં સરકારે ગુજકોટને બકાત કરી દીધી છે. અને નાફેડ દ્વારા મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરી છે. મગફળીની ખરીદીને લઈને રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે મગફળીના ટેકાના ભાવમાં મણે 978 રૂપિયા હતા તેમાં 23 રૂપિયાનો વધારો કરીને 1,001 કર્યો છે. જ્યારે ક્વિન્ટલે રૂ.115નો વધારો કર્યો છે. આ સાથે ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 4,890 કરાયો છે. તેમાંય રાજ્ય સરકારે પ્રતિ ક્વિન્ટલ રૂ.110નું બોનસ જાહેર કર્યું છે. આ સાથે સરકાર પ્રતિ ક્વિન્ટલ પાંચ હજારના ભાવે મગફળીની ખરીદી કરશે.

 • મગફળીના પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ રૂપિયા 4,890
 • રાજય સરકાર રૂપિયા 110ના બોનસ સાથે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 5,000ના ભાવે ખરીદી કરશે
 • મગફળી કાંડને પગલે ગુજકોટને બાકાત કરી દેવાઈ
 • 1થી 30 નવેમ્બર સુધી ખેડૂતો અોનલાઇન નોંધણી કરાવી શકશે
 • નોંધણી સમયે 7-12 અને 8-અની નકલ જોડવાની રહેશે

કૃષિપ્રધાન આર.સી.ફળદુએ કહ્યું કે લાભ પાંચમથી રાજ્યમાં 122 કેન્દ્રો પરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે. દરેક ખરીદ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા અને વીડિયો રેકોર્ડિંગ કરાશે. નાફેડ વતી રાજ્યની નોડલ એજન્સી ખરીદી કરશે. ખેડૂતો 1 નવેમ્બરથી 30 નવેમ્બર ઓનલાઈન નોંધણી કરાવી શકશે. નોંધણી સમયે 7-12 અને 8-અ ની નકલ જોડવાની રહેશે. ખેડૂતોની આવક બમણી કરવા સરકાર પ્રયત્નશીલ છે. ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં ખેડૂતો ખુશ થયા હોવાનો ફળદુએ દાવો કર્યો. આ વર્ષે 14.68 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે.

રાજયમાં આ વર્ષે સારો વરસાદ થયો હોવા છતાં ગત વર્ષ કરતાં મગફળીનું વાવેતર ઘટયું છે. ગત વર્ષે સમગ્ર રાજયમાં ૧૬ લાખ ૩૩ હજાર હેકટરમાં મગફળીનું વાવેતર થયું હતું.  દિવાળી બાદ બજારમાં મગફળી આવતી હોય છે એ જ રીતે આ વર્ષે પણ હજુ મગફળી જમીનમાં હોવાથી લાભ પાંચમ્ પછી બજારમાં આવશે તેવી સંભાવના છે.ખેડૂતો આનંદો, 1 નવેમ્બરથી ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની થશે ખરીદી

ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમા મગફળી અને કપાસના પાકમાં મોટું ગાબડું પડવાનું છે. ચોમાસાએ અંતિમ ચરણમાં દગો દેતા પાણીની તંગીને લઇને પિયતની સમસ્યા સર્જાઇ હતી. હવે પાણીની અછતથી મગફળીનો પાક પાછલા વર્ષથી 50 ટકા ઘટી જવાની ધારણા છે. રૂનું ઉત્પાદન પણ 25-30 ટકા જેટલું ઘટી શકે છે. નબળાં પાકની ધારણાથી મગફળી-કપાસમાં નીકળતી સિઝને તેજી છે. મગફળીનું વાવેતર ગુજરાતમાં 16 લાખ હેક્ટરની તુલનાએ ઘટીને 14.67 લાખ હેક્ટર હતું. પાછલા વર્ષની મંદીને લીધે ખેડૂતોએ વાવણી ઘટાડી હતી. એવામાં પાણીની તકલીફ સર્જાવા લાગતા હવે ઉતારામાં મોટું ગાબડું પડશે. સૌરાષ્ટ્ર ઓઇલ મિલ્સ ઍસોસિયેશન કે સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ ઍસોસિયેશન દ્વારા સત્તાવાર અંદાજો બહાર પાડવામાં આવ્યા નથી. છતાં ગયા વર્ષથી 50 ટકાનો ઘટાડો પાકમાં આવશે તેવું નિવેદન કરાયું છે.

 સોમાની એજીએમ પણ આ જ દિવસે છે ત્યારે કદાચ 12-13 લાખ ટનનો અંદાજ મૂકવામાં આવે તેવી શક્યતા છે. ગયા વર્ષમાં મગફળીનું ઉત્પાદન 28થી 30 લાખ ટન થયું હતું. એ રીતે જો પચ્ચાસ ટકાનો ઘટાડો પાકમાં હોય તો માંડ 14-15 લાખ ટન મગફળી પાકે તેવું ચિત્ર સામે આવે છે. સરકારે એજન્સી નાફેડ પાસે પાંચેક લાખ ટન ગયા વર્ષની મગફળી પડી છે. એ ઉમેરતા 20 લાખ ટનનો પુરવઠો ચાલુ સિઝનમાં ઉપલબ્ધ રહેવાનો અંદાજ મૂકાય છે. ચોમાસાના વિલંબથી આરંભને લીધે વાવણી મોડી પડી હતી. પાણીની સમસ્યા તો હતી જ એવામાં ભાદરવાના આકરાં તાપ પડવાથી ઉતારાને ઘેરી અસર થઇ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter