GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

રૂપાણી સરકારને રાહત : કોરોનામાં દોડાદોડી અને સાવચેતી ફળી, તમે નહીં માનો પણ હવે આટલા જ છે એક્ટિવ કેસ

ગુજરાતમાં કોરોના મહામારીનો આંક ભલે 15 હજાર નજીક જઈ રહ્યો હોય પરંતુ રિકવરી દરમાં છેલ્લા એક સપ્તાહમાં ખૂબ જ સારો વધારો થયો છે. ગુજરાતમાં આજે વધુ નવા 361 કેસ નોંધાતા કુલ આંક 14829 થયો છે. જ્યારે આજે વધુ 27 લોકોના મોત થતાં કુલ મોતનો આંક પણ 915 થયો છે. ગુજરાતમાં કોરોના સંક્રમણના આંક વધવા સાથે સાજા થનારાની સંખ્યામાં પણ વધારો એ ગુજરાત માટે સારી બાબત છે. ગુજરાતમાં આજે 500થી વધારે લોકોને ડિસ્ચાર્જ અપાયું છે. આજે એક જ દિવસમાં 503થી વધુ લોકો સાજા થયા છે.

ગુજરાતમાં અત્યાર સુધી 7137 લોકો સાજા થયા છે. જે રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા કેસના 48.12 ટકા રિકવરી દર થયો છે. ગુજરાતમાં હવે એક્ટિવ કેસ કરતાં રિકવરી થયેલ આંક ઊંચો થયો છે. અત્યાર સુધી રાજ્યમાં એક્ટિવ કેસનો આંક સતત ઊંચો રહેતો હતો આજે 500થી વધુ લોકો સાજા થતાં આ આંક નીચો ગયો અને રિકવરી આંક ઊંચો આવ્યો છે. રાજ્યમાં અત્યારે 6777 કેસ એક્ટિવ છે. જે કુલ કેસના 45.70 ટકા થાય છે. ગુજરાતમાં અત્યાર સુધી 915 લોકોના મોત પણ થયા છે. જે અત્યાર સુધીના આંકના 6.17 ટકા લોકોના મોત પણ થયા છે. આમ ગુજરાતમાં નોંધાયેલા કુલ પોઝીટીવ કેસના 54.29 ટકા કેસ ક્લોઝ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હજુ પણ 45.70 ટકા એક્ટિવ કેસ છે.

રાજ્યના 73 ટકા પોઝીટીવ અને 81 ટકા મોત અમદાવાદમાં નોંધાયા

ગુજરાતમાં સૌથી વધુ સંક્રમણ અમદાવાદમાં છે. અમદાવાદમાં આજે વધુ 251 કેસ આવતા આંક 10841 પર પહોંચ્યો છે. ગુજરાતના કુલ 73 ટકા કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે રાજ્યના 81 ટકા મોત અમદાવાદમાં થયા એ પણ હકિકત છે. અમદાવાદમાં સૌથી વધુ 436 લોકો સાજા થયા છે. તો રાજ્યમાં આજે વધુ 503 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા ડિસ્ચાર્જ અપાયું છે. રાજ્યમાં રિકવરી દરમાં વધારો થયો છે. રાજ્યમાં અત્યાર સુધી 1.89 લાખ ટેસ્ટિંગ કરાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ ભલે વધે પરંતુ સાજા થનારાની સંખ્યામાં વધારો મળ્યો તે ગુજરાત માટે એક સારી બાબત બની છે.

Read Also

Related posts

રશિયાના બંધારણમાં સુધારો: લોકોની ઈચ્છાથી 2036 સુધી પુતિન રહેશે દેશના સર્વોચ્ચ વડા

Bansari

કોરોના સંકટમાં ભારતને મોટી સફળતા: પ્રથમ સ્વદેશી કોરોના વેક્સીન તૈયાર, આ દિવસે થશે લૉન્ચ

Bansari

વાલીઓની માંગ મંજુર: NEET અને JEE હાલ પૂરતી મોકૂફ, હવે લેવાશે સપ્ટેમ્બરમાં પરીક્ષા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!