GSTV
Home » News » રેલ્વેમાં મુસાફરી કરતી વખતે હવે નહી પડે તકલીફ, વેઇટિંગ ટિકીટ હશે તો પણ મળશે કન્ફર્મ ટિકીટ

રેલ્વેમાં મુસાફરી કરતી વખતે હવે નહી પડે તકલીફ, વેઇટિંગ ટિકીટ હશે તો પણ મળશે કન્ફર્મ ટિકીટ

ભારતીય રેલવેના એક નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ટ્રેનમાં મુસાફરી કરતા RAC અને વેઇટિંગ ટિકિટ ગ્રાહકોને કન્ફર્મ Ticket સરળતાથી મળશે. ભારતીય રેલવેએ યાત્રીઓનું સુવિધા માટે એક નવી સેવા શરૂ કરી છે. રેલવેએ દેશભરના Ticket નિરક્ષકોને હવે એક ટેબલેટ આપ્યું છે. જેની મદદથી તે ચાલતી ટ્રેનમાં સીટની ઉપલબ્ધતાને જોઇને રિયલ ટાઇમ બેસિસ પર જાણકારી અપડેટ કરી શકશે.

પહેલા રેલવે યાત્રીઓ માટે નિયમ હતો કે વેઇટિંગ ટિકટ વાળા મુસાફરી નહીં કરી શકે. અને ખાલી વિન્ડો કે પછી કાઉન્ટરથી ખરીદેલી વેઇટિંગ ટિકિટ પર દિવસ દરમિયાનની મુસાફરીમાં બેસી શકે છે. વળી, આ નિયમ ઓનલાઇન બુક કરેલી ટિકિટ પર લાગુ નહતો થયો.

હવે ITCTC એ વેઇટિંગ ટિકિટ ધરાવતા યાત્રીઓની સરળતા માટે તેવું કહ્યું છે કે ચાર્ટ બન્યા પછી જ જે યાત્રીઓના નામ વેઇટિંગ લિસ્ટમાં હશે તેમને કોઇ દંડ ભર્યા વગર યાત્રા કરવા દેવામાં આવશે. ત્યારે હાલ ટ્રેનમાં કામ કરી રહેલા ટિકિટ ચેકર્સને તેવા ટેબલેટ ડિવાઇઝ આપવામાં આવી રહ્યા છે જેનાથી તેમને ખાલી સીટા વિષે ખબર પડે. આ પહેલા આ સુવિધા શતાબ્દી અને રાજધાનીમાં જ હતી. પણ હવે તેને પ્રત્યેક ઝોનમાં શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે.

 ડિવાઇસ આ રીતે કરશે કામ

  • આ ડિવાઇઝ દ્વારા જીપીઆરએસ દ્વારા ચાર્ટ અને કરંટ બુકિંગની ઝડપી જાણકારી મળે છે.
  • આ સાથે જ વચમાં પડતા નાના સ્ટેશનના ચાર્ટને પણ ડાઉનલોડ કરી શકાય છે. જેનાથી રિઝર્વેશનની ખબર પડે.
  • દર કલાકે આ લિસ્ટને અપટેડ કરવામાં આવે છે.
  • યાત્રી તેમની બુક થયેલી શ્રેણીને પણ આ ડિવાઇઝથી અપગ્રેડ કરી શકે છે.
  • જેના કારણે હવે ટીટીને પેપર ચાર્ટ લઇને હવે નહીં ફરવું પડે.

Read Also

Related posts

મુંબઈમાં ભારે વરસાદના કારણે લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનને અસર

Mayur

જિયો લોન્ચ કરશે નવો પ્રોજેક્ટ, વપરાશકર્તાને થશે અનેક ફાયદા

Dharika Jansari

વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરીને લઈ રાજ્ય સરકારે અપનાવ્યો આ રસ્તો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!