GSTV

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

E-Auction

Last Updated on September 17, 2021 by Zainul Ansari

જો તમે પણ છો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફેન અને તેમની સાથે જોડાયેલી વસ્તુઓ ખરીદવાના છો ઈચ્છુક તો આવનાર સમયમાં મળી શકે છે તમને તક. આજ રોજ નરેન્દ્ર મોદીને મળેલી ભેંટો માટે એક E-Auction આયોજિત કરવામાં આવ્યું છે. આ E-Auction 7 ઓક્ટોબર, 2021 સુધી રહેશે. આ E-Auction માંથી એકત્રિત થયેલી રકમને નમામી ગંગે મિશનને આપવામાં આવશે. ઈ-ઓક્શનમાં વડાપ્રધાનને મળેલી લગભગ 1330 ભેટો સામેલ કરવામાં આવશે.

E-Auction

લોકો https://pmmementos.gov.in વેબસાઈટ દ્વારા E-Auction માં ભાગ લઈ શકે છે. હરાજીની મુખ્ય બાબતો એ છે કે, ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સ અને ટોક્યો 2020 ઓલિમ્પિક ગેમ્સના વિજેતાઓ દ્વારા પ્રધાનમંત્રીને ભેટ કરેલી રમત સંબંધિત વસ્તુઓ પણ શામેલ હશે. આ સિવાય અયોધ્યા રામ મંદિર, ચારધામ, રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરની પ્રતિકૃતિ, મોડેલો, શિલ્પો, ચિત્રો, આંગાવસ્ત્રો વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.

E-Auctionમાં લગભગ 1330 ભેંટોની ઈ-હરાજી થઈ રહી છે. ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક વિજેતા સુમિત એન્ટિલ દ્વારા ઉપયોગમાં લેવાયેલ બરછી અને ટોક્યો 2020 ઓલિમ્પિક ગેમ્સમાં નીરજ ચોપરા દ્વારા ઉપયોગમાં લેવાતા ભાલાનો પણ સમાવેશ થાય છે. તેમની બેઝ પ્રાઇસ 1 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. સૌથી ઓછી કિંમતવાળી વસ્તુ એક નાનો હાથી છે, જેની કિંમત 200 રૂપિયા છે.

E-Auction

કેટલીક અન્ય વસ્તુઓ જેમકે, લોવલીના બોર્ગોહેન દ્વારા ઉપયોગમાં લેવાતા બોક્સિંગ ગ્લોવ્સ, જે વાદળી રંગના છે અને તળિયે સ્ટ્રેપ્ડ હેન્ડલ્સ છે, જે ખેલાડીઓએ પોતે જ હસ્તાક્ષર કર્યા છે તે પણ હરાજી માટે મૂકવામાં આવ્યા છે. પેરાલિમ્પિક્સ ગોલ્ડ મેડલ વિજેતા કૃષ્ણા નગરનું ઓટોગ્રાફ બેડમિન્ટન રેકેટ પણ હરાજી માટે મૂકવામાં આવ્યું છે. આ સિવાય એક ટેબલ ટેનિસ રેકેટ પણ છે, જે ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સની સિલ્વર મેડલ વિજેતા ભાવના પટેલે ઓટોગ્રાફ કરી છે. ઈ-હરાજીમાંથી મળેલી રકમ નમામી ગંગે મિશનમાં દેવામાં આવશે.

Read Also

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!