પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ લાભ મેળવનારા ખેડૂતો માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં જ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાની જગ્યા 4000 રૂપિયાનો હપ્તો આવી શકે છે. મીડિયો રિપોર્ટ્સ મુજબ મોદી સરકાર ટૂંક સમયમાં લાભાર્થી ખેડૂતોને ભેટ આપી શકે છે. રિપોર્ટ્સ મુજબ કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાની રકમને ડબલ કરવા પર વિચાર કરી રહી છે. જો આમ થાય છે તો ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની જગ્યાએ 12000 રૂપિયા ત્રણ હપ્તામાં મળી શકે છે.

વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે
મીડિયા રિપોર્ટ્સ મુજબ બિહારના કૃષિ મંત્રી અમરેન્દ્ર પ્રતાપ સિંહે તાજેતરમાં જ દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી હતી, જેમા પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ મળતી રકમને બમણી કરવા પર પણ ચર્ચા કરવામાં આવી છે. જોકે તેના પર નિર્ણય નથી લેવામાં આવ્યો.
ક્યારે આવે છે હપ્તા?
પીએમ કિસાન સમ્માન નિધિ હેઠળ ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6000 રૂપિયા મોકલવામાં આવે છે. આ રૂપિયા 3 હપ્તામાં મોકલવામાં આવે છે. દરેક હપ્તામાં 2000 રૂપિયા મોકલવામાં આવે છે. દર 4 મહિનામાં એક હપ્તો આવે છે. પીએમ કિસાન પોર્ટલ મુજબ સ્કિમનો પ્રથમ હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચ વચ્ચે આવે છે. બીજો હપ્તો એક એપ્રિલથી 31 જુલાઈ વચ્ચે ખેડૂતોના ખાતામાં પહોંચે છે. ત્રીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બર વચ્ચે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

2019માં શરૂ થઈ હતી યોજના
મોદી સરકારે 24 ફેબ્રુઆરી 2019ના રોજ પીએમ કિસાન સમ્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી. આ સ્કિમ હેઠળ સરકાર નાના ખેડૂતોનમે દર વર્ષે 6000 રૂપિયા ત્રણ હપ્તામાં આવે છે.
ALSO READ:
- Breaking / ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલ
- મોટા સમાચાર / સુપ્રીમમાંથી ફટકો પછી સોશિયલ મીડિયા પર ઉદ્ધવ ઠાકરેનું સંબોધન, આપી શકે છે રાજીનામું
- મોટો ખુલાસો / બોપલ ડ્રગ્સ કેસમાં 100 જેટલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાના નામ આવ્યા સામે, તપાસમાં FBIની થઈ એન્ટ્રી
- BIG BREAKING / ઉદ્ધવ સરકારની આવતીકાલે અગ્નિપરીક્ષા, સુપ્રીમ કોર્ટનો ‘સુપ્રીમ’ ચુકાદો
- BIG BREAKING / સુપ્રીમકોર્ટે ફ્લોર ટેસ્ટ પર નિર્ણય સુરક્ષિત રાખ્યો, ટૂંક સમયમાં મહત્વનો ચુકાદો આપશે