GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

મોબાઇલ ધારકો માટે સારા સમાચાર : હાઈસ્પીડ ઈન્ટરનેટ માટે ઈસરો આવતીકાલે રચશે ઇતિહાસ

અંતરિક્ષ ક્ષેત્રમાં ઈસરો વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે જઈ રહ્યું છે. ભારત બુધવારે દૂરસંચાર ઉપગ્રહ જીસેટ-29નું પ્રક્ષેપણ કરશે. આ ઉપગ્રહ શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચિંગ કરવામાં આવશે. ઈસરોએ જણાવ્યુ છે કે પ્રક્ષેપણનો કાર્યક્રમ સાંજે પાંચ વાગ્યેને આઠ મિનિટે શરૂ થશે. પોતાની ઉડાણમાં જીએસએલવી-એમકે-થ્રી રોકેટ જીસેટ-29ને ભૂસ્થિર કક્ષામાં સ્થાપિત કરશે. આ વર્ષે ઈસરો દ્વારા પાંચમું લોન્ચિંગ થઈ રહ્યું છે.

ભારત અને ઈસરો માટે આને ઘણું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ એક હાઈથ્રોપુટ કમ્યુનિકેશન સેટેલાઈટ છે. તેમાં કુ અને કા ઓપરેશનલ પેલોડ્સ છે. આ પેલોડ્સ ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ જમ્મુ-કાશ્મીરની સાથે ઉત્તર-પૂર્વના રાજ્યોને સારી સેવાઓ ઉપલબ્ધ કરાવશે. જેને કારણે આવા ક્ષેત્રોમાં હાઈસ્પીડ ઈન્ટરનેટમાં ઘણી મદદ મળશે. જીસેટ-29 નવી સ્પેસ તકનીકના પરીક્ષણ કરવામાં એક પ્લેટફોર્મની જેમ કામ કરશે.

ઈસરોના પ્રમુખે કહ્યુ છે કે ઓપરેશનલ પેલોડ્સ સિવાય આ સેટેલાઈટ ત્રણ પ્રદર્શન તકનીકો, ક્યૂ એન્ડ વી બેન્ડ્સ, ઓપ્ટિકલ કમ્યુનિકેશન અને એક હાઈ રિઝોલ્યુશન કેમેરાને પણ પોતાની સાથે લઈ જશે. ભવિષ્યના સ્પેસ મિશન માટે પહેલીવાર આવી તકનીકોનું પરીક્ષણ કરવામાં આવશે. ઈસરોએ કહ્યુ છે કે જીએસએલવી-એમકે-થ્રી રોકેટની આ બીજી ઉડાણ હશે. તે લોન્ચિંગ બાદ દશ વર્ષ સુધી કામ કરશે. લોન્ચ થયા બાદ પૃથ્વીષથી 36 હજાર કિલોમીટર દૂર જિયો સ્ટેશનરી ઓર્બિટમાં સ્થાપિત થશે. તે ભારતના દૂરવર્તી ક્ષેત્રોમાં હાઈસ્પીડ ડેટાને ટ્રાન્સફર કરવામાં પણ મદદ કરશે.

જીસેટ-29ના લોન્ચિંગ માટે જીએસએલવી એમકે-ટુ રોકેટનો ઉપયોગ કરાઈ રહ્યો છે. તેને ભારતનું સૌથી વજનદાર રોકેટ માનવામાં આવે છે. તેનું વજન 640 ટન છે. આ રોકેટની સૌથી ખાસ વાત એ છે કે તેને સંપૂર્ણપણે ભારતમાં બનાવવામાં આવ્યું છે. આ આખા પ્રોજેક્ટમાં પંદર વર્ષ લાગ્યા છે. આ રોકેટની ઊંચાઈ 13માળની ઈમારત જેટલી છે અને તેના દ્વારા ચાર ટન સુધીના ઉપગ્રહને લોન્ચ કરી શકાય છે. પોતાના પહેલા ઉડ્ડયનમાં આ રોકેટે 3136 કિલોગ્રામના સેટેલાઈટને અવકાશની ભ્રમણકક્ષામાં પહોંચાડયો હતો. આ રોકેટમાં સ્વદેશી તકનીકતી તૈયાર થયેલું નવું ક્રાયોજેનિક એન્જિન પણ લાગેલું છે. તેમાં લિક્વિડ ઓક્સિજન અને હાઈડ્રોજનનો ઈંધણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

ગાજા વાવાઝોડાના ચેન્નઈ અને શ્રીહરિકોટા વચ્ચેના સમુદ્રીતટને પારવ કરવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. પરંતુ આમા પરિવર્તન આવી ચુક્યું છે. ઈસરોના ચીફે કહ્યુ છે કે પ્રક્ષેપણ કાર્યક્રમ હવામાન પર નિર્ભર છે અને અનુકૂળ પરિસ્થિતિ નહીં હોય તો તેને પાછું ઠેલવામાં આવશે. હવામાન વિભાગે અગિયાર નવેમ્બરે કહ્યું હતું કે ગાજા વાવાઝોડું પંદર નવેમ્બરે ઉત્તર તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના તટ વચ્ચે કુડ્ડાલોર અને શ્રીહરિકોટાને પાર કરે તેવું અનુમાન છે. ચક્રવાતના માર્ગમાં પરિવર્તન આવ્યું અને મંગળવારે શ્રીહરિકોટાથી ઘણાં દૂર કુડ્ડાલોર અને પામબન વચ્ચે તમિલનાડુના સમુદ્રીતટને પાર કરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Read Also

Related posts

ENG vs WI: સાઉથેમ્પ્ટનમાં ઇંગ્લેન્ડનો પરાજય, વેસ્ટઈન્ડીઝના વિજયમાં બ્લેકવુડ ચમક્યો

Ankita Trada

સુરતની નવી કોવિડ હોસ્પિટલની ગંભીર બેદરકારી, ઓક્સિજન ટેન્કમાંથી મોટી માત્રામાં ઓક્સિજનનો થયો વ્યય

pratik shah

102 ધારાસભ્યો સાથે હોવાનો અશોક ગેહલોત જૂથનો દાવો: સુરજેવાલાએ કહ્યું, “સરકાર સ્થિર”

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!