GSTV

મનરેગા-આશા-આંગણવાડી કાર્યકર્તા બહેનો માટે ખુશખબર, લઘુતમ વેતનમાં થઇ શકે છે વધારો

Last Updated on July 20, 2021 by Pritesh Mehta

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી (MANREGA-મનરેગા), આશા, આંગણવાડી અને મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા લોકો માટે સારા સમાચાર છે. સરકાર આ યોજનાઓમાં કામ કરતા વર્કર્સનો પગાર વધારવા માટે વિચાર કરી રહી છે. કૃષિ અને રૂરલ વર્કર્સ માટે ઉપભોક્તા મૂલ્ય સૂચક આંક (CPL-AL અને CPI-RL) માં સરકાર ફેરબદલ કરવાની તૈયારી કરી રહી છે. તેના માટે સરકાર બેઝ ઈયરમાં ફેરબદલ કરશે. સરકાર 2019ને બેઝ ઈયર બનાવશે જે હાલ 1986-87 છે. ઉપભોગ બાસ્કેટમાં પણ સરકાર ફેરફાર કરશે.

શું છે  (CPI-AL અને CPI-RL)

 (CPI-AL અને CPI-RLનો ઉપયોગ જુદા જુદા રાજ્યોમાં કૃષિ અને ગ્રામીણ મજૂરો માટે ન્યુનતમ મજૂરીને સંશોધિત કરવા માટે કરવામાં આવે છે. રાષ્ટ્રીય સેમ્પલ સર્વેક્ષણ કાર્યાલય (NSSO) નવા બેઝ ઈયરની સાથે નવા ઇન્ડેક્સ બનાવવામાં પણ મદદ કરવા માટે CPI-AL અને CPI-RLના અઢાર વર્ષ સંશોધન અંગે માર્કેટ સર્વે કરી રહ્યું છે. એક ઉચ્ચ સરકારી અધિકારીએ જણાવ્યું કે સંશોધિત બેઝ ઈયર અને બાસ્કેટના નવા ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં લોન્ચ થવાની આશા છે.

શું છે સમગ્ર યોજના

એક બીજા દિનિયાર અધિકારીઓના જણાવ્યા મુજબ દેશભરમાં 787 ગામોથી આધાર વર્ષ મૂલ્ય સંગ્રહનું કામ નવા ઈન્ડેક્ષને આખરી રૂપ આપવા સુધી માન્ય રહેશે. અધિકારીઓની માણીયે તો શ્રમ અને બ્યુરો નવા ઇન્ડેક્સ માટે બાસ્કેટ બનાવવામાં 2011-12માં કરવામાં આવેલા કન્ઝ્યુમર એક્સ્પેન્ડિચર સર્વે(SS 68th Round)ના પરિણામોનો ઉપયોગ કરવામાં આવશે. નવા ઈન્ડેક્ષ બન્યા બાદ પ્રાઇસ કલેક્શનનું કામ શરૂ કરવામાં આવશે. મનરેગા, મધ્યાહન ભોજન યોજના અને અન્ય સરકારી યોજનાઓના વર્કર્સનાં ન્યુનતમ મજૂરીમાં ટૂંક સમયમાં ફેરફાર થવાની શક્યતા છે. જણાવી દઈએ કે મનરેગા મજૂરી 1 એપ્રિલ 2020ના રોજ વધારીને  202 રૂપિયા કરવામાં આવ્યો હતો. જયારે આ મજૂરી પહેલા માત્ર 182 રૂપિયા હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

સગીરનો હાથ પકડીને પ્રેમ વ્યક્ત કરવો જાતીય સતામણી નથી: પોક્સો કોર્ટે 28 વર્ષીય આરોપીને નિર્દોષ જાહેર કર્યા

Pravin Makwana

જમાઈરાજા બગડ્યા: પત્નિ અને સસરા ઘર જમાઈ બનાવવા માગતા હતા, જમાઈ એવો ભડક્યો કે વિજળીના થાંભલા પર ચડી બેઠો

Pravin Makwana

ગાયને રોટલી ખવડાવવાના છે જબરદસ્ત ફાયદા, પુણ્ય સાથે મળે છે આ તમામ ખુશીઓ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!