GSTV

માઇભક્તો માટે સારા સમાચાર / સવારથી લઇને રાતના આટલાં વાગ્યા સુધી ખુલ્લું રહેશે અંબાજી મંદિર, ભક્તોનું કીડિયારું ઉભરાયું

Last Updated on September 20, 2021 by Dhruv Brahmbhatt

રાજ્યમાં અંબાજીના ભાદરવી પૂનમના મેળાને લઇ પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ અંબાજીમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારી અંગે માહિતી આપતા જણાવ્યું કે, ‘યાત્રિકો માટે તમામ તૈયારીઓ કરાઇ છે. શ્રદ્ધાળુઓ ઓનલાઇન દર્શન કરી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.’

અંબાજી

વધુમાં તેમણે જણાવ્યું કે, ‘અંબાજી મંદિર સવારે 5.30 વાગ્યાથી રાત્રે 1.30 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે. બપોરના 11થી 12 અને સાંજે 5.30થી 7 વાગ્યા સુધી વિરામ રહેશે. મંદિરમાં દર્શન માટે કલેકટર અને યાત્રાધામના અધિકારીઓ  દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પાર્કિગ સહિત પ્રવેશ દ્વાર પર CCTV થી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. મંદિરમાં ઓનલાઈન દર્શન અને ભક્તો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.  આ વખતે અંબાજીમાં બોડી ઓન કેમેરા મુકવામાં આવ્યાં છે.’

મહત્વનું છે કે, આજે ભાદરવી પૂનમ માં અંબાનો પ્રાગટ્ય દિવસ છે ત્યારે આજે ખૂબ મોટી સંખ્યામાં માઇ ભક્તો અંબાજી મંદિર ખાતે ઉમટી રહ્યાં છે. આજે શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના દર્શન કરવા લોકો પગપાળા આવી રહ્યાં છે. એવામાં અંબાજી જતા તમામ માર્ગો પર બોલ માડી અંબે, જય જય અંબેના નાદ ગુંજી ઉઠ્યા છે. તમને જણાવી કે જિલ્લા કલેક્ટર દ્વારા કોરોનાના કારણે ભાદરવી પૂનમનો મેળો રદ્દ કરવામાં આવ્યો છે, પરંતુ ભક્તો માનતા પૂરી કરી શકે તે રીતની મંદિરમાં વ્યવસ્થા પણ કરાઇ છે.

READ ALSO :

Related posts

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!