GSTV
Gujarat Government Advertisement

પતંગ રસિકો માટે સારા સમાચાર : આવતીકાલે વાતાવરણ ચોખ્ખુ, 20 કિલોમીટરની ઝડપથી ફૂંકાશે પવન

Last Updated on January 13, 2020 by Mayur

પતંગ રસિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવતી આવતીકાલથી વરસાદની કોઈ આગાહી નથી. અને 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે. અને ઠંડીના પ્રમાણમાં પણ વધારો થશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં વરસાદની આગાહી છે. જેમા રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ રહશે. આ ઉપરાંત બનાસકાંઠા,પાટણ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા સહિતના વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

મહત્વનું છે કે આજે ગુજરાતનાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતો સહિત પતંગ રસિકો પણ ચિંતામાં મુકાયા હતા. ગત્ત મધરાત્રે પડેલા વરસાદના કારણે શિયાળુ પાકને તો અસર પડી જ છે. ઉપરથી જીરૂ, વરીયાળી જેવા પાકને નુકસાન પણ પહોંચ્યું છે. બીજી તરફ વરસાદના કારણે પતંગ રસિકોમાં પણ ચિંતાના વાદળો ઘેરાયા હતા. પણ હવે હવામાન વિભાગે વાતાવરણ શુદ્ધ અને પવન યોગ્ય હોવાનું કહેતા પતંગ રસિકોમાં ઉતરાયણની મઝા હવે બેવડાય ગઈ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!