GSTV
Home » News » RBIનો ઐતિહાસિક નિર્ણય! હવે સમય પહેલા લોન ચુકાવવા પર નહીં લાગે પેનલ્ટી, તમારા આટલા રૂપિયા બચશે

RBIનો ઐતિહાસિક નિર્ણય! હવે સમય પહેલા લોન ચુકાવવા પર નહીં લાગે પેનલ્ટી, તમારા આટલા રૂપિયા બચશે

RBIએ વ્યક્તિગત લેણદારો પાસેથી સમય પહેલા દેવું ભરી દેવા પર NBFC દ્વારા વસુલવામાં આવતા દંડ પર રોક લગાવી દીધી છે. RBIએ સુચન જાહેર કરતા જણાવ્યું કે NBFC કારોબારી ઉદ્દેશ છોડીને અન્ય કાર્યો માટે વ્યક્તિગત રીતે લેવામાં આવેલા ફ્લોટિંગ દર લોનને સમયથી પહેલા ચુકવવા પર દંડ અથવા તો ચાર્જીસ ન લઈ શકે.

જોકે RBIએ એ સ્પષ્ટ નથી કર્યું કે નવા નિયમ ક્યારથી લાગુ કરવામાં આવશે. કેન્દ્રીય બેન્કે જણાવ્યુ કે પરિવર્તનને પ્રભાવી બનાવવા માટે સંબંધિત નિયમોને અધ્યતન કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે મેં, 2014માં આરબીઆઈના વાણિજ્યિક બેન્કોને બંધક ઋણ પર આવા ચાર્જિસ લેવા પર પ્રતિબંધિત કરી દીધી હતા. જોકે તે પર્સનલ લોન જેવી વગર ગેરેન્ટીની લોન પર ચાર્જ વસુલવા માટે સ્વતંત્ર છે.

હોમ અને ઓટો લોન લેનારને મળશે મોટી રાહત

કેન્દ્રીય બેન્કની આ સુચનામાં હોમ અને ઓટો લોન લેનારને મોટી રાહત આપવામાં આવી છે. ઘણી વખત ઉપભોક્તા આખી લોન એક સાથે ચુકાવીને વ્યાજ બચાવવા માંગે છે. પરંતુ તે માટે લાગતા ચાર્જ્સ એટલા વધુ હોય છે કે મોટાભાગના લોકો પોતાનું મન બદલી નાખતા હતા.

NBFC કંપનીઓના સામે રોકડનો સંકંટ

આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે એનબીએફસી સંકટમાંથી પસાર થઈ રહી છે. રોકડની સમસ્યા છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર એનબીએફસીના સંકટ વધુ વધી શકે છે. જોકે તેની બીજી બાજું પણ છે. ફોરક્લોઝર ચાર્જ હટાવવાના કારણે લોનની માત્રામાં વધારો થઈ શકે છે.

Read Also

Related posts

આ એક્ટ્રેસે લગ્નની આગલી રાત્રે જ પતિને છોડી બીજા અભિનેતા સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધો

Kaushik Bavishi

દુનિયાની સૌથી જૂની હોટલ, જેને 1300 વર્ષથી ચલાવી રહ્યો છે એક જ પરિવાર

Mansi Patel

UPમાં Viral થઈ રહી છે “ અલ્લાહ વાળી માછલી”, કિંમત પહોંચી લાખો સુધી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!