GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

ગુજરાત માટે ખુશખબર : બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય, અા તારીખથી પડશે વરસાદ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે રાહતના સમાચાર છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીની પરની વરસાદી સિસ્ટમ ગુજરાતમાં સક્રિય થઈ છે. જેને કારણે 16 અને 17 ઓગષ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. જોકે જે રીતે દરિયો તોફાની બન્યો છે તે જોતા આગામી 48 કલાક સુધી દરિયો ન ખેડવાની માછીમારોને સુચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 56 ટકા વરસાદ વરસ્યો છે. તેમ છતા રાજ્યના અમદાવાદ સહિતના સંખ્યાબંધ જિલ્લાઓમાં હજુ પણ જરૂરિયાત કરતા ઓછો વરસાદ વરસ્યો છે.

અડધો ઓગસ્ટ પૂર્ણ થવા આવ્યો છે તેમ છતા મેઘરાજા હજુ પણ મન મુકીને વરસતા નથી. જેથી રાજ્યના ડેમોની સ્થિતિ વિકટ થતી જાય છે. રાજ્યના કુલ ૨૦૩જળાશયોમાં બે લાખ બે હજાર ૮૩૯ MCFT પાણી છે. જે કુલ સંગ્રહ શકિતના ૩૬.૪૪ ટકા જેટલો થાય છે. સરદાર સરોવર ડેમમાં એક લાખ ૩૧ હજાર ૯૧૮ MCFT પાણી છે. જે કુલ સંગ્રહશકિતના ૩૯.૪૯ ટકા જેટલો થાય છે. તો ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૧.૮૬ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૭.૪૧ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૩૩.૧૫ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ફક્ત ૯.૫૭ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૮ જળાશયોમા ૪૪.૫૧ ટકા જેટલું પાણી છે.

પાણીની આવકની વાત કરીએ તો સરદાર સરોવરમાં ૪ હજાર ૧૬૭ કયુસેક, વણાકબોરીમાં ૬ હજાર ૫૦૦ કયુસેક, દમણગંગામાં ૬ હજાર ૭૧૦ કયુસેક, કડાણામાં ૧ હજાર ૬૭૫ કયુસેક અને રાવલ જળાશયમાં ૧ હજાર ૧૫૯ કયુસેક પાણીની આવક છે. તો વણાકબોરીમાંથી ૩૦૦ કયુસેક, દમણગંગામાંથી ૭૯૭ કયુસેક અને કડાણા જળાશયમાંથી ૯ હજાર ૨૦૦ કયુસેક પાણીની જાવક છે.

કુલ 203 જળાશયો

2,02,839 MCFT પાણી

કુલ સંગ્રહશક્તિનું 36.44 ટકા પાણી

સરદાર સરોવર ડેમ

1,31,918 MCFT પાણી

કુલ સંગ્રહ શક્તિનું 36.44 ટકા પાણી

જળાશયોની રાજ્યમાં સ્થિતિ

ઉત્તર ગુજરાત       15 જળાશયો            31.68 ટકા પાણી

મધ્ય ગુજરાત       17 જળાશયો           44.71 ટકા પાણી

દક્ષિણ ગુજરાત     13 જળાશયો            33.15 ટકા પાણી

કચ્છ                     20 જળાશયો           9.57 ટકા પાણી

સૌરાષ્ટ્ર               128 જળાશયો           44.51 ટકા પાણી

Related posts

રેડ ઝોન ગોમતીપુર: મ્યુનિ.દ્વારા એક્સપારી દવાઓ અપાતી હોવાનો આક્ષેપ, સ્થાનિ કોર્પોરેટરે મ્યુનિ કમિશ્નરને પત્ર લખતા મચ્યો ફફડાટ

pratik shah

છત્રી-રેનકોટ રાખજો તૈયાર! અમદાવાદમાં આ તારીખે મેઘો થશે મહેરબાન

Arohi

આવો Video Viral થતા પોલીસ આવી હરકતમાં, અવાવરૂ જગ્યા પર ટ્રક ચાલકો સાથે થતો હતો આવો વ્યવહાર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!