GSTV

ખેડૂતો માટે સારા સમાચાર/ ટ્રેક્ટર ખરીદવા માટે SBI આપી રહી છે તાત્કાલિક લોન, સાથે જ મળશે આટલી બધી સુવિધાઓ

Last Updated on October 12, 2021 by Pravin Makwana

જો તમે ખેતી કરવા માટે ભાડે ટ્રેક્ટર મેળવીને કંટાળી ગયા પછી નવું ટ્રેક્ટર ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમને પૈસાની અછત ચાલી રહી છે, તો આ સમાચાર તમારા માટે છે. દેશની સૌથી મોટી ધિરાણ આપતી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ખેડૂતો માટે લોનની ખાસ યોજના ‘તત્કાલ ટ્રેક્ટર લોન’ (SBI તત્કાલ ટ્રેક્ટર લોન) રજૂ કરી છે. આ અંતર્ગત, એસબીઆઈ ટ્રેક્ટર વીમા અને રજીસ્ટ્રેશન ફી સહિત ટ્રેક્ટરની કિંમતના 100% સુધીની લોન પૂરી પાડે છે.

એસબીઆઈ તત્કાલ ટ્રેક્ટર લોન એગ્રીકલ્ચર ટર્મ લોન છે. ટ્રેક્ટર એસેસરીઝની કિંમત બેંક દ્વારા આપવામાં આવેલી લોનમાં શામેલ કરવામાં આવશે નહીં. સૌથી મહત્વની વાત એ છે કે ખેડૂતો ટ્રેક્ટર લોનમાં લીધેલી રકમ તાત્કાલિક 4 થી 5 વર્ષમાં બેંકને ચૂકવી શકે છે. બેંક દ્વારા ધિરાણ આપવામાં આવેલ ટ્રેક્ટરમાં વીમો પમ સાથે આવશે. ટ્રેક્ટરની કિંમતની 25/40/50 ટકા (ઈન્વોઈસ + ઇન્શ્યોરન્સ + રજીસ્ટ્રેશન) ની રકમ શૂન્ય દરે TDR માં જમા કરાવવી જોઇએ. જણાવી દઈએ કે બેંક દ્વારા ધિરાણ આપવામાં આવેલ ટ્રેક્ટર લોન પરત ન થાય ત્યાં સુધી બેંક સાથે રહેશે, એટલે કે તે એક રીતે ગીરવે રહેશે. ઉપરાંત, માર્જિન મની તરીકે સ્વીકૃત TDR પર બેંકનો અધિકાર રહેશે.

આ SBI લોન કોને મળી શકે?

  • તત્કાલ ટ્રેક્ટર લોન માટે તમારી પાસે ઓછામાં ઓછી 2 એકર જમીન હોવી જોઈએ.
  • તમામ ખેડૂતો આ યોજના હેઠળ બેંકમાં લોન માટે અરજી કરી શકે છે.
  • SBI દ્વારા લોનમાં ઉલ્લેખિત સંબંધીઓ જ સહ-અરજદાર બની શકે છે.
ખેડૂતો

અરજી સાથે કયા દસ્તાવેજો જરૂરી છે?

લોન માટે અરજી ફોર્મ ભરો. આમાં કોઈપણ વેપારી પાસેથી ટ્રેક્ટરનું મોડલ પણ રજૂ કરો
ઓળખના પુરાવા તરીકે મતદાર આઈડી, પાન, પાસપોર્ટ, આધાર અથવા ડ્રાઈવિંગ લાયસન્સમાંથી કોઈ એક.
સરનામાંના પુરાવા માટે મતદાર આઈડી કાર્ડ, પાસપોર્ટ, આધાર કાર્ડ અથવા ડ્રાઈવિંગ લાઈસન્સમાંથી એક.
આ સિવાય ખેતીલાયક જમીનના પુરાવા રજૂ કરવા પડશે.
તેમજ 6 પોસ્ટ ડેટેડ ચેક આપવાના રહેશે.

SBI ને કેટલું વ્યાજ ચૂકવવું પડશે?

લોનની રકમમાંથી ટીડીઆર રકમ બાદ કર્યા બાદ બાકીની રકમ પર વ્યાજ લેવામાં આવશે.

  • માર્જિન 25%: એક વર્ષ MCLR + 3.25% p.a. એટલે કે 10.25 ટકા.
  • માર્જિન 40%: એક વર્ષ MCLR + 3.10% p.a. એટલે કે 10.10 ટકા.
  • માર્જિન 50%: એક વર્ષની MCLR + 3.00% p.a. એટલે કે 10 ટકા.
  • પ્રોસેસિંગ ફી પ્રારંભિક ફી તરીકે લોનની રકમના 0.50 ટકા છે.

READ ALSO

Related posts

રસીકરણમાં ભારતના માસ્ટરસ્ટ્રોક પર વિશ્વના સૌથી ધનિક મનુષ્ય થયા ફિદા, આખી દુનિયાને આપી આપણી પાસેથી કંઈક શીખવાની સલાહ

Pritesh Mehta

મુસાફરો આનંદો: શહેરમાં પરિવહન માટે BRTSનો ઉપયોગ કરનારાઓ હવે મેળવી શકશે માસિક પાસ

pratik shah

TET 2021 Rescheduled : શિક્ષક પાત્રતા પરીક્ષાની નવી તારીખો થઇ જાહેર, આ તારીખે મળશે એડમિટ કાર્ડ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!