GSTV

સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખુશીના સમાચાર! રાજકોટ માર્કેટ યાર્ડમાં વિવાદનો આવ્યો અંત

સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. રાજકોટ માર્કેટ યાર્ડ અને વેપારીઓ વચ્ચે ચાલતા વિવાદનો અંત આવતા હડતાળ સમેટાઈ છે. આવતીકાલે સવારથી હરાજી શરૂ થશે. રાજકોટ માર્કેટયાર્ડ ખાતે 9 દિવસથી હડતાળ ચાલી રહી હતી. દલાલ મંડળના આગેવાનોએ મુખ્યમંત્રી સાથે વાત કર્યાનો દાવો કરાયો છે. જો કે યાર્ડના સત્તાધીશોના આકરા વલણ બાદ દલાલ મંડળ કુણું પડ્યું છે. માર્કેટ યાર્ડના સત્તાધીશોએ દલાલ મંડળના આગેવાનોને લાઇસન્સ રદ કરવા માટેની ચીમકી આપી હતી.

વેપારીઓ અને કમિશન એજન્ટ એસોસિએશન વચ્ચે બેઠક

માર્કેટ યાર્ડના સત્તાધીશોએ આજે દલાલ મંડળની ઓફિસમાં તાળું મારી દેતા આગેવાનો કુણા પડ્યા હતા. બુધવારે વેપારીઓ અને કમિશન એજન્ટ એસોસિએશન વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં યાર્ડ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મામલે સત્તાધીશોએ દલાલ એસોસિએશન સામે કરી લાલ આંખ કરી હતી. સત્તાધીશોએ દલાલ ઓફીસને તાળું માર્યું હતું. દલાલોને યાર્ડ દ્વારા ઓફિસ વાપરવા આપી હતી. દલાલો સત્તાધીશો વિરુદ્ધ હોવાથી નિર્ણય લેવામાં આવ્યો હતો.

Read Also

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

આ સસ્તા અનાજના દુકાનદારના એક નિર્ણયથી લોકડાઉનનું પાલન તો થયું જ પણ સાથે ગ્રાહકોને પણ રાહત મળી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!