GSTV

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Last Updated on June 21, 2021 by Zainul Ansari

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ નોકરિયાતો માટે સારા સમાચાર આપી શકે છે. તેના માટે તમારી નોકરીને લગતા ઘણા નિયમો બદલાઇ શકે છે. જો કેન્દ્રની મોદી સરકાર લેબર કોડના નિયમો લાગુ કરે છે, તો કામના કલાકોથી લઈને ઓવરટાઇમ સુધીના નિયમોમાં પરિવર્તન આવશે. નવા ડ્રાફ્ટ કાયદામાં મહત્તમ કામના કલાકો વધારીને વધારીને 12 કલાક કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. સાથે જ નિયમોમાં 15થી 30 મિનિટ વચ્ચેના વધારાના કામને પણ 30 મિનિટ ગણી ઓવરટાઇમમાં સામેલ કરવાની જોગવાઈ છે. તેના દ્વારા નોકરિયાત વર્ગને માટે આનો મોટો ફાયદો થઈ શકે છે.

દર 5 કલાકે કર્મચારીઓને આપવો પડશે 30 મિનિટનો બ્રેક

વર્તમાન નિયમો મુજબ 30 મિનિટથી ઓછા સમયને ઓવરટાઇમ તરીકે ગણવામાં આવતો નથી. ડ્રાફ્ટના નિયમોમાં 15થી 20 મિનિટ વચ્ચેના વધારાના કામને પણ 30 મિનિટ ગણી ઓવરટાઇમમાં સામેલ કરવાની જોગવાઈ છે. ડ્રાફ્ટના નિયમોમાં કોઈપણ કર્મચારીને 5 કલાકથી વધુ સમય માટે સતત કામ કરવા પર પ્રતિબંધ છે. કર્મચારીઓને દર પાંચ કલાક પછી અડધો કલાકનો બ્રેક આપવાની સૂચના પણ ડ્રાફ્ટ નિયમોમાં સામેલ કરવામાં આવી છે.

લેબર કોડના નિયમો મુજબ બેઝિક સેલરી કુલ વેતનની 50 ટકા અથવા તેથી વધુ હોવી જોઈએ. તેનાથી મોટાભાગના કર્મચારીઓના પગારમાં ફેરફાર થશે. જો બેઝિત સેલરીમાં વધારો થાય છે, તો પછી પ્રોવિડન્ટ ફંડ (પીએફ) અને ગ્રેચ્યુઇટીમાં બાદ કરવામાં આવેલી રકમ વધશે. તેનાથી ટેક હોમ સેલરીમાં ઘટાડો થઇ જશે.

પેન્શન

કંપનીઓને કર્મચારીઓ માટે પીએફમાં આપવો પડશે વધુ ફાળો

પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુઇટીમાં ફાળો વધવાથી નિવૃત્તિ પછી પ્રાપ્ત થતી રકમમાં પણ વધારો થશે. પીએફ અને ગ્રેચ્યુઇટીમાં વધારાના કારણે કંપનીઓના ખર્ચમાં વધારો થશે કારણ કે તેમને પણ કર્મચારીઓ માટે પીએફમાં વધારે ફાળો આપવો પડશે. તેની અસર કંપનીઓની બેલેન્સશીટ પર પણ પડશે. આ જ કારણોસર આ નિયમો ટાળી દેવામાં આવ્યો છે. આ નિયમો 1 એપ્રિલ 2021થી અમલમાં આવવાના હતા, પરંતુ રાજ્ય સરકારો અને કંપનીઓની તૈયારીના અભાવને કારણે, તેને મુલતવી રાખવામાં આવ્યા છે. મોદી સરકાર આ નિયમો વહેલી તકે અમલમાં મૂકવા માંગે છે.

Read Also

Related posts

ડ્રેગનનું નવું કારસ્તાન/ ચીનના કારણે જોખમમાં મુકાઇ હજારો ભારતીય નાવિકોની નોકરી, કરી રહ્યું છે આવી ગંદી હરકત

Bansari

રાજ કુંદ્રા પો*ગ્રાફી કેસ / શિલ્પા-રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશમાંથી આવ્યા રૂપિયા, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!