GSTV

અમિત શાહ માટે પૂર્વોત્તરમાંથી આવ્યા સારા સમાચાર, અલગ રાજ્યની માગણી કરનારાઓ વળ્યા અહિંસાના રસ્તે

પૂર્વોત્તરમાં એક અલગ રાજ્યની ઘણાં લાંબા સમયથી માગ કરવામાં આવતી હતી, ત્યારે આ માગ હવે થંભી જશે તેવું લાગી રહ્યું છે. આસામમાં છેલ્લાં ઘણાં સમયથી બોડોલેન્ડની માગ કરનારાઓ ચાર ગ્રુપે હિંસાનો રસ્તો છોડવાનો નિર્ણય કર્યો છે. સોમવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં આસામ સરકારની સાથે એનડીએફબીએ સમજૂતી કરી, જે અંતર્ગત હવે બોડોલેન્ડની માગ કરવામાં નહીં આવે.

નેશનલ ડેમોક્રેટિક ફેડરેશન ઓફ બોડોલેન્ટની આગેવાનીમાં અલગ રાજ્યની માગ કરવામાં આવતી હતી પરંતુ સરકાર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યા બાદ તસવીર સંપૂર્ણ રીતે બદલાય ગઈ છે. આ સમજૂતી બાદ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે આજે ભારત સરકાર, આસામ સરકાર અને બોડો સંગઠનના ચાર ગ્રુપ વચ્ચે સમજૂતી થઈ છે, જે સુવર્ણ ભવિષ્યનો દસ્તાવેજ છે. વર્ષ 1987થી આ આંદોલન હિંસક બન્યું, જેમાં 2,823 નાગરિકો માર્યા ગયા.

949 બોડો કેડરન લોકો અને 239 સિક્યોરિટી ફોર્સના જવાનો માર્યા ગયા. સરકાર દ્વારા બોડો જૂથની માગને માનતા એક અલગ યુનિવર્સિટી, કેટલાંક રાજનીતિક આધાર, બોડો ભાષાનો વિસ્તાર કરવામાં આવી શકે છે. આ દરમિયાન એનડીએફબી સંગઠનના રંજન દૈમિરી, ગોવિંદા બાસુમૈત્રી, ધીરેન બોરે અને બી. સારોગૈરા સહિતના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને બોડો સંગઠન વચ્ચેનો આ નિર્ણય ત્યારે થઈ રહ્યો છે જ્યારે બે દિવસ પહેલાં જ મોટી સંખ્યામાં અલગતાવાદીઓઓએ આત્મસમર્પણ કર્યું હતું. આસામના આઠ પ્રતિબંધિત સંગઠનો સાથે સંબંધ રાખનાર કુલ 644 ઉગ્રવાદીઓએ પ્રદેશના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ સમક્ષ ગુરૂવારે આત્મસમર્પણ કર્યુ હતું.

READ ALSO

Related posts

ટીવી ફ્રિજ ખરીદો અને મેળવો સ્માર્ટફોન મફત, સેમસંગની આ છે ધમાકેદાર ઓફર

pratik shah

IPL 2020/ રોયલ્સને હરાવીને હૈદરાબાદે આશા જીવંત રાખી, ત્રણ ટીમોના થયા એકસરખા પોઈન્ટ

Pravin Makwana

રાજ્યના શહેરમાં બાળકો માટે તૈયાર કરવામાં હૃદય રોગ માટેની અદ્યતન હોસ્પિટલ, દેશ વિદેશના લોકો લઈ શકશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!