GSTV

સરકારી કર્મચારીઓને મળી મોટી રાહત, અટકેલું LTC ક્લેમ મેળવવાની મળી તક

સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે. જાન્યુઆરી 2010 થી જૂન 2014 સુધી લીવ ટ્રાવેલ કંસેશન  (LTC) હેઠળ જમ્મુ-કાશ્મીર (J&K) અને ઉત્તર-પૂર્વ ક્ષેત્ર (NER ની યાત્રા ફ્લાઈટથી કરનાર તમામ સરકારી કર્મચારીઓને સરકારે રાહત આપી છે. આ રાહત તે કર્મચારીઓને આપવામાં આવશે, જેમણે ઓથોરાઈઝ્ડ એજન્ટની જગ્યાએ ટ્રાવેલ એજન્ટો પાસેથી ટિકિટ બુક કરાવી છે. સરકારે એલટીસીના દાવામાં એકવાર આવા કર્મચારીઓને રાહત આપવાનો નિર્ણય લીધો છે.

જણાવી દઈએ કે નિયમો હેઠળ, જ્યારે પણ કોઈ સરકારી કર્મચારી એલટીસી હેઠળ હવાઈ મુસાફરીનો દાવો કરે છે, ત્યારે તે સીધી એરલાઇન્સ (બુકિંગ કાઉન્ટર, એરલાઇન્સ વેબસાઇટ) અથવા ઓથોરાઈઝ્ડ ટ્રાવેલ એજન્ટ જેવાકે, બામલ લૉરી એન્ડ કંપની, અશોક ટ્રાવેલ્સ એન્ડ ટુર્સ આઈઆરસીટીસી દ્વારા કરવામાં આવે છે.

જો કે, 2010-13 માં, એવા ઘણા કિસ્સા બન્યા હતા કે સરકારી કર્મચારીઓ સ્પેશિયલ ડિસ્પેંશન સ્કીમ દ્વારા એલટીસી હેઠળ હવાઇ મુસાફરી દ્વારા જમ્મુ કાશ્મીર અને એનઇઆર ગયા હતા. પરંતુ નિયમોની જાણકારી ન હોવાના લીધે, તેણે ખાનગી મુસાફરી એજન્ટો સાથે તેની ટિકિટ બુક કરાવી હતી.

શરૂઆતમાં, વહીવટી અધિકારીઓએ આ સરકારી કર્મચારીઓના દાવાઓનું સમાધાન કર્યું. જો કે, થોડા વર્ષો પછી જ્યારે ઓડિટ અધિકારીઓએ ભૂલોની નોંધ લીધી, ત્યારે આ દાવા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા અને દંડ વ્યાજ સાથે રિકવરીનો આદેશ આપવામાં આવ્યો હતો. આ પછી, મંત્રાલયો અને વિભાગ તરફથી રાહતની માંગમાં નોંધપાત્ર વધારો થયો.

ફેબ્રુઆરી 2002 માં, સરકારે એલટીસીના હેતુથી ઓથોરાઇઝ્ડ ટ્રાવેલ એજન્ટ્સ પાસેથી એર ટિકિટ બુક કરવામાં રાહત આપતી જાહેરનામું બહાર પાડ્યું. આ ઉપરાંત, સરકારે સરકારી કર્મચારીઓને એલટીસીનો લાભ લેનારાઓને એર ટિકિટ ઓથોરાઈઝ્ડ ટ્રાવેલ એજન્ટો પાસેથી ટિકિટ બુક કરવાના નિર્દેશનનું સખતપણે પાલન કરવા આદેશ આપ્યો હતો.

READ ALSO

Related posts

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!