Airtelએ રિવાઈઝ કર્યો રૂપિયા 199નો પ્લાન, હવે 14GB વધારે મળશે ડેટા

સતત ઘટતા સબ્સક્રાઈબર બેસને પગલે ટેલીકૉમ કંપની Airtelએ હાલમાં 100 અને 500 રૂપિયાના નવા અફોર્ડેબલ પ્લાન લૉન્ચ કર્યા હતાં. હવે કંપનીએ પોતાના લોકપ્રિય 199 રૂપિયાના પ્લાનને રિવાઈઝ કર્યો છે. આ પ્લાનમાં યૂઝરને 14 GBનો મોટાભાગનો ડેટા લાભ મળશે. હવે આ પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા મળશે, જ્યારે પહેલા આ પ્લાનમાં 1GB ડેટા જ મળતો હતો. 28 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં હવે યૂઝરને કુલ 28GB ડેટા મળતો હતો. હવે આ પ્લાનમાં 42GB ડેટા મળશે, એટલેકે હવે 14GB એડિશનલ ડેટા હવે આ પ્લાનમાં મળે છે.

Jio રૂપિયા 198 પ્લાન vs Airtel રૂપિયા 199 પ્લાન

એરટેલની પ્રતિસ્પર્ધી કંપની રિલાયન્સ જિયો પણ એરટેલના 199 રૂપિયાના પ્લાનથી મળતો 198 રૂપિયાનો પ્લાન આપે છે. આ પ્લાન હેઠળ જિયો દરરોજ 2GB ડેટા આપે છે. એટલેકે 28 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં યૂઝરને 56GB ડેટા મળે છે, જે એરટેલની ઑફરિંગથી 14GB વધારે છે. આ સિવાય અનલિમિટેડ કૉલિંગ, 100 SMS દરરોજ અને જિયોની એપ્સનુ ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.

વોડાફોન આઇડિયાએ રજૂ કર્યો હતો 199નો પ્લાન

વોડાફોન આઇડિયાએ પણ 199નો પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાન એરટેલના 199ના પ્લાનથી મળે છે. આ પ્લાનમાં પણ 28 દિવસની વેલિડિટીની સાથે 1.5GB ડેટા દરરોજ મળે છે. આ સિવાય 100 દરરોજ એસએમએસની સાથે અનલિમિટેડ લોકલ અને STD કૉલિંગ મળે છે.

અહીં જણાવવાનુ કે આ અગાઉ એરટેલ 289 રૂપિયાનો એક પ્લાન પણ લૉન્ચ કર્યો છે. 289 રૂપિયાનો આ પ્લાન અનલિમિટેડ કૉલિંગ તો આપે છે, પરંતુ તેની સાથે તેમાં 1 જીબી 2G/3G/4G ડેટાની સાથે 48 દિવસ માટે દરરોજ 100 એસએમએસ પણ મળે છે. જોકે, આ એરટેલનો ઓપન માર્કેટ પ્લાન છે, જે આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ચેન્નઈ અને બાકી ક્ષેત્રોમાં લાગુ થશે. આ પ્લાન દિલ્હી અને બાકી મેટ્રો સર્કલ્સમાં ઉપલબ્ધ નથી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter