GSTV
India News ટોપ સ્ટોરી

BIG NEWS / દેશના 9 કરોડ ગ્રાહકો માટે ખુશખબર : મોદી સરકારે પ્રતિ સિલિન્ડર 200 રૂપિયાની સબસિડીનું એલાન કર્યું

સિલિન્ડર

મોદી સરકારે ગરીબોના રસોડાની ચિંતા કરી છે. સરકારે કહ્યું કે હવે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના 9 કરોડથી વધુ લાભાર્થીઓને ગેસ સિલિન્ડર દીઠ (12 સિલિન્ડર સુધી) 200 રૂપિયાની સબસિડી મળશે. લોકોને મદદરૂપ થવા માટે ગેસ સબસિડી ચાલુ થશે. કોરોના કાળમાં ગેસ સિલિન્ડર ઉપર અપાતી સબસિડી બંધ કરી દેવાઈ હતી. જે ફરીથી ચાલુ કરી દીધી છે. લોકોને પ્રતિ ગેસ સિલિન્ડર 200 રૂપિયા ગેસ સબસિડી મળશે. લોકોને પ્રતિ ગેસ સિલિન્ડરમાં 200 રૂપિયાની રાહત થશે.

lpg

પેટ્રોલ-ડીઝલમાં ને લઈને સરકારનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પેટ્રોલમાં 9.50 અને ડીઝલમાં 7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ એક્સાઈઝમાં ડ્યુટિમાં ઘટાડો કરીને આમ પ્રજાને મોટી રાહત આપી છે. પેટ્રોલ સેન્ટ્રલ એક્સાઈઝમાં ડ્યુટિ 8 રૂપિયા ઘટાડી અને ડીઝલ પર 6 રૂપિયા ઘટાડી છે

દેશભરમાં આજ રાતથી પેટ્રોલ ડિઝલની કિંમત ઘટશે. ડિઝલ અને પેટ્રોલની કિંમતમાં થશે મોટો ઘટાડો, પેટ્રોલ પર 8 રૂપિયા પ્રતિ લિટર એક્સાઈઝ ડ્યુટી ઘટાડી દીધી છે. તો જેને પગલે 9.50 રૂપિયા ભાવઘટાડો થશે. ડિઝલની કિંમતમાં 6 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી ઘટાડી દીધી છે. જેને પગલે સામાન્ય માણસોના ખિસ્સાનો ભાર ઓછો થશે. પીએમ મોદીએ દેશવાસીઓની ચિંતાનો ખ્યાલ રાખીને પેટ્રોલ ડિઝલની એક્સાઈઝડ્યૂટી ઘટાડવા આદેશ આપ્યો છે. જેને પગલે સરકારે આ પગલું ભર્યું છે.

આ અગાઉ પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવ ઘટાડવા માટે રાજ્ય સરકારો એક્સાઈઝ ડ્યૂટી ઘટાડે એમ કહ્યું હતું. પરંતુ કોઈ રાજય સરકારોએ એક્સાઈઝ ડ્યુટી ઘટાડી નહોતી. પરંતુ આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડિઝલની એક્સાઈઝ ડ્યુટી ઘટાડીને લોકોને મોટી રાહત આપી છે.ગયા મહિને એટલે કે એપ્રિલમાં દેશમાં છૂટક ફુગાવો 7.79 ટકાના 8 વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. છૂટક ફુગાવાના આંકડામાં આ વધારો ખાદ્ય ચીજવસ્તુઓ સિવાય ઈંધણના ભાવમાં વધારો થવાને કારણે થયો છે.

નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને કહ્યું છે કે જ્યારથી કેન્દ્રમાં પીએમ મોદીની સરકાર આવી છે, અમે ગરીબોના કલ્યાણ માટે કામ કરી રહ્યા છીએ. અમે ગરીબ અને મધ્યમ વર્ગની મદદ માટે કેટલાક પગલાં લીધાં છે. આનું પરિણામ એ આવ્યું છે કે અમારા કાર્યકાળ દરમિયાન સરેરાશ મોંઘવારી અગાઉની સરકાર કરતાં ઓછી રહી છે. તેમણે કહ્યું છે કે દુનિયા આ સમયે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. જ્યારે વિશ્વ કોરોના રોગચાળામાંથી બહાર આવી રહ્યું હતું, ત્યારે યુક્રેન કટોકટી ઊભી થઈ, જેના કારણે સપ્લાય ચેઈન અને ઘણા માલસામાનની અછત સર્જાઈ. તેના ઘણા દેશોમાં ફુગાવો અને આર્થિક કટોકટી ઊભી થઈ છે.

Related posts

દુનિયામાં ફરીથી આવી શકે છે મંદીઃ અર્થશાસ્ત્રી નોરીએલ રૂબિનીએ કરી આગાહી

Hemal Vegda

ભારતમાં આઈફોન-14ના ઉત્પાદન મુદ્દે એપલ કંપનીએ આવું કહ્યું, જાણો શું છે ખાસ વાત

Hemal Vegda

ખેડૂત આંદોલનની આગ હવે ગામડાઓ સુધી પ્રસરી: ખેડૂતોના બહિષ્કારથી ભાજપની કિસાન પંચાયતોમાં ઉડતા કાગડા

Hemal Vegda
GSTV