GSTV
Business Trending

14 લાખ સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, એક મહિનાનો મળશે એડવાન્સ પગાર

દેશભરમાં નવરાત્રિ સાથે જ તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. હવે દિવાળી અને છઠ્ઠ પૂજા બાદ ડિસેમ્બર સુધી દેશમાં ફેસ્ટિવલ મૂડ યથાવત રહેશે.

ઈકોનોમી માટે પણ આ સમયગાળો મહત્વનો છે. કારણકે આ સિઝનમાં જ ઘરાકી જોવા મળતી હોય છે. કર્મચારીઓ પણ દિવાળી બોનસની રાહ જોતા હોય છે. આ સંજોગોમાં બેન્કના કર્મચારીઓ માટે એક ખુશખબર આવી છે.

બેન્કોમાં કામ કરતા 14 લાખ કર્મચારીઓને દિવાળીને ધ્યાનમાં રાખીને એક મહિનાની સેલેરી એડવાન્સમાં આપવા માટે ઈન્ડિયન બેન્ક્સ એસોસિએશને પ્રાઈવેટ, પબ્લિક અને વિદેશી બેન્કોને સંદેશો આપ્યો છે.

બેન્કોના ટોપ મેનેજમેન્ટને લખેલા આ પત્રમાં એસોસિએશને કહ્યુ છે કે, કર્મચારીઓને એક મહિનાનો પગાર એટલે કે બેઝિક અને ડિયરનેસ એલાઉન્સ પહેલા જ આપી દેવામાં આવે. ઈન્ડિયન બેન્કસ એસોસિએશનના સીઈઓ વીજી કન્નને લખેલા પત્ર પ્રમાણે તેનો લાભ તમામ કાયમી કર્મચારીઓને મળશે.

જોકે એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે એક નવેમ્બર 2017 થી 31 માર્ચ 2019 સુધીમાં નોકરી જો કરનારા કર્મચારીઓને અડધો પગાર એડવાન્સમાં અપાશે.એડવાન્સ પગારને એરિયર્સમાં એડજેસ્ટ કરવામાં આવશે.

Read Also

Related posts

ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા

GSTV Web Desk

તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ

GSTV Web Desk

ભયાનક વીડિયો: જર્મનીમાં 80KMની ઝડપે મોતનું તુફાન, વૃક્ષો હવામાં ઉડ્યા અને અનેક છતના તૂટવાથી મોટા પાયે નુકાસન

Zainul Ansari
GSTV