GSTV
Home » News » અમદાવાદના 10 હજાર પોલીસ કર્મચારીઓ માટે સારા સમાચાર, હવે દર અઠવાડિયે મળશે રજા

અમદાવાદના 10 હજાર પોલીસ કર્મચારીઓ માટે સારા સમાચાર, હવે દર અઠવાડિયે મળશે રજા

અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશનો, એજન્સીઓ અને શાખાઓમાં ફરજ બજાવતા અંદાજે 10 હજાર પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો માટે સારા સમાચાર છે. દરેક પોલીસ કર્મચારીને હવે વીકલી ઓફ એટલે કે અઠવાડિક રજા મળશે. પ્રાયોગિક ધોરણે અમદાવાદના 7 ઝોનના 1 – 1 પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓને અઠવાડિક રજા આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

જો કે દરેક પોલીસ કર્મચારીઓને ફરતો વીકલી ઓફ એટલે કે ફરતી અઠવાડિક રજા આપવાની રહેશે. રજાની ફાળવણીની સત્તા પોલીસ સ્ટેશનના પીઆઈ પાસે રહેશે. તેમાં પણ પોલીસ સ્ટેશનના કુલ સ્ટાફમાંથી ઓછામાં ઓછા 70 ટકા પોલીસ કર્મચારીઓ નોકરી ઉપર હાજર રહે તે રીતે જ અઠવાડિક રજાની વહેંચણી કરવાની રહેશે.

Read Also

Related posts

કેશોદ : સાબલી નદીમાં ડૂબતા 3 કિશોરના મોત, ત્રણ કલાક ચાલ્યું રેસ્ક્યુ

Nilesh Jethva

આણંદના ઉંદેલ ગામે જૂથ અથડામણમાં બેના મોત, ગામમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ

Nilesh Jethva

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી નિમિત્તે બાઈક રેલીનું આયોજન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!