GSTV
Home » News » CNG કાર ખરીદવી સસ્તી પડશે, આ રાજ્ય સરકાર આપશે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ

CNG કાર ખરીદવી સસ્તી પડશે, આ રાજ્ય સરકાર આપશે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ

જો તમે દિલ્હીમાં રહો છો અને નવા વર્ષે કાર લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સમાચાર તમને ખુશી આપશે. સરકારના આયોજન પ્રમાણે થશે તો દિલ્હીમાં આવનારા સમયમાં સીએનજી કાર ખરીદવી અગાઉથી સસ્તું થશે. વાસ્તવમાં, દિલ્હી સરકાર વધતા પ્રદૂષણને ઓછું કરવા આયોજન કરી રહી છે, આ પ્લાનિંગ અંતર્ગત દિલ્હી સરકાર ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર પર સબસિડી આપવાની તૈયારી કરી રહી છે. આ ઉપરાંત દિલ્હી સરકારે ફેકટરી ફિટેડ સીએનજી કાર ખરીદવા પર રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ચાર્જમાં 50 ટકા સુધી છૂટ આપવાની પ્રપોઝલ તૈયાર કરી છે.

લગભગ 15થી 20 હજાર રૂપિયાનો ફાયદો થશે

મીડિયા રિપોર્ટસ અનુસાર દિલ્હી સરકારે 50 ટકા સુધી રજિસ્ટ્રેશન અને રોડ ટેક્સ માફ કરવા અંગે કેબિનેટ પ્રપોઝલ તૈયાર કરી છે. ટૂંક સમયમાં આ પ્રપોઝલને મંજૂરી માટે કેબિનેટમાં લાવવામાં આવશે. કેબિનેટ તરફથી મંજૂરી મળ્યા પછી ટ્રાન્સપોર્ટ વિભાગની તરફથી સીએનજી કાર ખરીદવા અંગે ટેક્સમાં છૂટ આપવા વિશે નોટિફિકેશન જારી કરાશે. આ યોજના અનુસાર રજિસ્ટ્રેશન અને રોડ ટેક્સ ઓછો થવાથી એક સીએનજી કાર ખરીદવા પર લગભગ 15થી 20 હજાર રૂપિયાનો ફાયદો થશે. જો કે કારની કિંમતના હિસાબે રોડ ટેક્સ નક્કી થાય છે. કારની કિંમત વધુ હોય તો રોડ ટેક્સ એ જ હિસાબે વધુ હોય છે. આ વખતે આપ સરકારે ગ્રીન બજેટ રજૂ કર્યુ હતું, જેમાં ઈ-વ્હીકલ પોલિસી સાથે સીએનજી ફેકટરી ફિટેડ કાર ખરીદવા પર રજિસ્ટ્રેશન ચાર્જમાં 50 ટકાની છૂટની ઘોષણા કરાઈ હતી.

6 લાખ સુધીની કાર ખરીદી પર 4 ટકા લાગતો રોડ ટેક્સ 

દિલ્હીમાં તમે અત્યારે 6 લાખ સુધીની કાર ખરીદો છો તો 4 ટકા રોડ ટેક્સ લાગે છે. 6થી 10 લાખ રૂપિયા સુધીના વાહન પર 7 ટકા અને 10 લાખથી વધુ કિંમતની કાર પર 10 ટકા રોડ ટેક્સ લાગે છે. જાણકારોનાં મતે ફેકટરી ફિટેડ સીએનજી કાર લેવા પર રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફીમાં છૂટ મળવાથી પ્રદૂષણ સ્તરમાં ઘટાડો આવશે.

Related posts

8 વર્ષનાં બાળકે પકડી 314 કિલોની શાર્ક, તોડ્યો 22 વર્ષ જુનો રેકોર્ડ

pratik shah

એક્ટિંગના મેદાનમાં ઉતર્યાં ક્રિકેટર ઈરફાન પઠાણ, આ ફિલ્મથી કરશે ડેબ્યૂ

Kaushik Bavishi

ભારતીય શટલરે બહેરીન ઈન્ટરનેશનલ બેડમિન્ટન સીરીઝ કરી પોતાના નામે, જાણો તેની વિગતો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!