GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

ગુજરાતના 2.50 લાખ છાત્રો માટે આવી ખુશખબર, આ સર્ટિફિકેટ માટે 2 વર્ષ સુધી નહીં ખાવા પડે ધરમધક્કા

કેન્દ્ર સરકાર દ્વારા ગત વર્ષે ઈકોનોમિક વીકર સેકશન હેઠળ 10 ટકા આર્થિક અનામત લાગુ કરાયા બાદ  પ્રથમ વર્ષે રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા 2.50 લાખ ઈડબલ્યુએસ સર્ટિફિકેટ વિદ્યાર્થીઓ-ઉમેદવારોને ઈસ્યુ થયા હતા. આ સર્ટિફિકેટની મુદ્દત ચાલુ વર્ષે નિયમ મુજબ પૂર્ણ થઈ રહી છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા માન્યતાની મુદ્દત એક વર્ષથી વધારીને ત્રણ વર્ષ માટે કરી દેવાઈ છે. જેથી હવે ત્રણ વર્ષ માટે તમામ સર્ટિફિકેટ માન્ય ગણાશે. સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આર્થિક રીતે નબળા વર્ગો એટલે કે ઈકોનોમિક વીકર સેકશન (ઈડબલ્યુએસ) માટેના પ્રમાણપત્રો બાબતે  કરવામા આવેલ ઠરાવ મુજબ  25 જાન્યુઆરીથી 2019થી 12 સપ્ટેમ્બર 2019 સુધી સરકાર દ્વારા ઈસ્યુ કરાયેલ સર્ટિફિકેટ ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે.

21 જાન્યુઆરી 2019ના રોજ ઠરાવ કરી ઈડબ્લુએસનો અમલ કર્યો

સરકારે ગત વર્ષે 21 જાન્યુઆરી 2019ના રોજ ઠરાવ કરી ઈડબ્લુએસનો અમલ કર્યો હતો અને ત્યારબાદ વિદ્યાર્થીઓ-ઉમેદવારોને ઈડબલ્યુએસ સર્ટિફિકેટ ઈસ્યુ થઈ રહ્યા છે .ગત વર્ષે પ્રથમવારના જ અમલ દરમિયા ન 12 સપ્ટેમ્બર 2019 સુધી રાજ્યમાં 2.5 લાખ જેટલા ઈડબલ્યુએસ સર્ટિફિકેટ ઈસ્યુ થયા હતા. ઈડબલ્યુએસ હેઠળ 10 ટકા અનામતનો લાભ લેવા માટે અપાતા આ સર્ટિફિકેટની માન્યતા સરકારે ત્રણ વર્ષ કરવા 13 સપ્ટેમ્બરે ઠરાવ કર્યો હતો પરંતુ તે પહેલાના તમામ સર્ટિફિકેટની મુદ્દત એક વર્ષની હતી.જેથી 25-1થી 12-9 સુધી ઈસ્યુ થયેલા 2.5 લાખ જેટલા પ્રમાણપત્રો પણ ત્રણ વર્ષ માટે માન્ય ગણવાની બાબત વિચારણા હેઠળ હતી.

સર્ટિફિકેટ પણ ઈસ્યુ થયેલી તારીખથી ત્રણ વર્ષ સુધી માન્ય રાખવાની જાહેરાત

જે અંતર્ગત સરકારે ઠરાવ કરતા હવે આ સર્ટિફિકેટ પણ ઈસ્યુ થયેલી તારીખથી ત્રણ વર્ષ સુધી માન્ય રાખવા જાહેર કર્યુ છે.જો કે આ નવા ઠરાવની જોગવાઈ અંતર્ગત  વિદ્યાર્થી કે ઉમેદવારે  પ્રવેશ સમિતિ સમક્ષ  કુટુંબની આવકમાં વધારો થયેલ નથી અને તેઓ અનામતના હેતુ માટે નક્કી થયેલા પાત્રતાના માપદંડ મુજબ લાયક ઠરે છે તે અંગે પરિશિષ્ઠથી નિયત કર્યા મુજબના નમુનામાં બાંહેધરી આપવાની રહેશે. આ  જોગવાઈ ફક્ત ગુજરાત સરકાર હેઠળના ઈડબલ્યુએસ અનામતના લાભ માટેના  પ્રમાણપત્ર માટે જ લાગુ પડશે. કેન્દ્ર સરકાર હેઠળના ઈડબલ્યુએસ સર્ટિફિકેટની  મુદ્દત એક નાણાકીય વર્ષની હાલની જોગવાઈ મુજબ ચાલુ રહેશે.

READ ALSO

Related posts

શહેરનું વાડજ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, PSI મિશ્રા સામે એક મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ

pratik shah

અમિતાભ બચ્ચનને લઇને સોશિયલ મીડિયા પર ઉડી આવી અફવાઓ, હોસ્પિટલે કરવુ પડ્યુ ખંડન

Bansari

શૂળ (Corona)નો ઘા સોય (TB) થી ટળ્યો,76માં પકડાયો ક્ષયરોગ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!