GSTV

‘મહા’ વાવાઝોડાને લઈ આવ્યા રાહતના સમાચાર, ગુજરાતમાં પહોંચતા જ થઈ જશે એવું કે…

Last Updated on November 2, 2019 by Karan

ક્યાર બાદ હવે અરબી સમુદ્રમાં મહા નામનું વાવાઝોડું વધારે મજબૂત બન્યુ છે. જોકે મહા વાવાઝોડુ જ્યારે ગુજરાત તરફ આગળ વધશે તેમ વાવાઝોડું ધીમે ધીમે નબળું પડશે. જેથી વાવાઝોડુ ગુજરાતને નહીં ટકરાય. વાવાઝોડાના કારણે દરિયા કાંઠે 2 નંબરનું સિગ્નલ લગાવાવમાં આવ્યુ છે. જ્યારે 6 અને 7મી તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠામાં છૂટો છવાયો વરસાદ પડશે.

હવામાન વિભાગ મુજબ 6 અને 7 નવેમ્બરે ગુજરાતના દરિયા કિનારના ટકરાશે. વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દક્ષિણ ગુજરાતમાંના જિલ્લાઓને વાવાઝોડાની અસર થઈ શકે છે. વેરાવળથી 590 કિમી અને ગોવાથી 460 કિમી દુર છે. 4 તારીખ પછી મહા વાવાઝોડાની આગળ વધવાની દિશા બદલાશે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર નવેમ્બર સુધી રાજ્યના છુટાછવાયા વિસ્તારોમાં કમોસમી અને ભારે વરસાદ વરસી શકે છે. આ વાવાઝોડુ હાલમાં કર્ણાટક અને કેરળના સમુદ્ર કિનારા નજીક છે. જે આગામી 24 કલાકમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં ગતી કરશે. જો કે તે સાથે જ વાવાઝોડું વધુ મજબૂત થઇને સાંજે સિવિલયર સાયકલોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થશે.

રાજ્યમાં કમોસમી વરસાદની તિવ્રતામાં વધારો જોવા મળી શકે છે. લક્ષ્યદ્રીપથી આગળ વધી રહેલું વાવાઝોડું અંતે ઓમાન તરફ ફંટાશે. આ વાવાઝોડું ગુજરાત અને મહારાષ્ટ્રની નજીક પહોંચશે. તે દરમિયાન ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતાઓ છે. આગામી 24 કલાક દરમિયાન લક્ષ્યદ્રીપમાં ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે.

READ ALSO

Related posts

સ્કૂલોમાં નવા સત્રની શરૂઆતમાં ઓફલાઈન શિક્ષણ આપવાનું શરુ, રાજ્યમાં 50 ટકા ફી માફીની ફરી ઉઠી માંગ

pratik shah

અવળચંડાઈ/ 8 નવા રૂટ્સ, POKમાં કંટ્રોલ રૂમ : 15 ઓગસ્ટ પહેલા J&Kમાં હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે પાકિસ્તાન

pratik shah

નવો ખુલાસો/ નાસાને મંગળગ્રહ પરથી એવું મળ્યું કે નવા સંશોધનો થઈ જશે સરળ, આ વસ્તુના મોટા મોટા બન્યા છે તળાવો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!