GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

6 મિસ્ડ કોલ આવ્યા અને મુંબઈના બિઝનેસમેનના ખાતામાંથી 1.86 કરોડ ગાયબ થઈ ગયા, કરો ના આ ભૂલ

મિસ્ડ કોલ આવ્યા પછી એ જ નંબર પર કોલ ન કરનારા ઓછા લોકો હશે. મોટાભાગના લોકો મિસ્ડ કોલ પછી એ જ નંબર પર કોલ કરે છે જેથી ખ્યાલ આવે કે કોણે અને શા માટે કોલ કર્યો હતો. પરંતુ આમ કરવું જોખમી નીવડી શકે છે. કેમકે મિસ્ડ કોલ આવ્યો હોય એ નંબર પર કોલ કરવાથી ફ્રોડના શિકાર બની શકો છો. તમારી પૂરેપૂરી કમાણી અન્યના ખાતામાં જઈ શકે છે. મુંબઈના એક બિઝનેસ મેનના મોબાઈલ નંબર પર 27-28 ડિસેમ્બરની મધરાતે 6 મિસ્ડ કોલ આવ્યા અને તેના પછી તેમના અલગ અલગ એકાઉન્ટમાંથી 1.86 કરોડ રૂપિયા ગાયબ થઈ ગયા.

બેન્કની કોશિશો પછી માત્ર 20 લાખ રૂપિયા જ પાછા મળી શક્યા

પીડિતનું નામ વી. શાહ છે. શાહના ફોન પર રાત્રે બે વાગ્યે +44 કોડ વાળા નંબર પરથી 6 મિસ્ડ કોલ આવ્યા હતા. આ બ્રિટનનો કોડ છે. તેના પછી તેમણે સવારે એ નંબર પર કોલ કર્યો તો ખ્યાલ આવ્યો કે તેમનું ખુદનું સિમ બંધ થઈ ગયું છે. તેના પછી તપાસમાં ખ્યાલ આવ્યો કે શાહની ફરિયાદ પછી તેમના નંબરને બ્લોક કરી દેવાયો છે. તેના પછી શાહ બેન્કમાં ગયા તો તેમને ખ્યાલ આવ્યો કે તેમના ખાતામાંથી 1.86 કરોડ રૂપિયા ગાયબ છે અને અલગ અલગ 14 ખાતામાં પૈસા જમા કરાયા છે. આમ, કુલ 28 ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવ્યા હતા. બેન્કની કોશિશો પછી માત્ર 20 લાખ રૂપિયા જ પાછા મળી શક્યા છે. એ સિવાયની રકમ મળી શકી નથી.

હેકર્સ પાસે શાહના સિમકાર્ડની પૂરેપૂરી જાણકારી હતી

તપાસમાં ખ્યાલ આવ્યો હતો કે 27 ડિસેમ્બરે રાત્રે 11.15 વાગ્યે શાહના નંબરથી નવા સિમ કાર્ડ માટે અરજી કરવામાં આવી હતી અને 2 વાગ્યે રાત્રે તેમના નંબર પર સતત 6 મિસ્ડ કોલ આવ્યા. આ મામલો સિમ કાર્ડ સ્વેપિંગનો છે. પોલીસના અનુસાર  હેકર્સ પાસે શાહના સિમકાર્ડની પૂરેપૂરી જાણકારી હતી. આમ તો આ મામલો મિસ્ડ કોલને જવાબ આપવાને સંબંધિત નથી કેમકે શાહનો ફોન સાયલન્ટ હતો અને તેમણે મિસ્ડ કોલવાળા નંબર કોલ પણ કર્યો નહોતો. સાઈબર નિષ્ણાતોનાં પ્રમાણે હેકર્સે શાહના એકાઉન્ટ વિશે એક સોફ્ટવેર દ્વારા જાણકારી મેળવી હતી. પરંતુ સતર્ક રહેવું જરૂરી છે અને મિસ્ડ કોલ આવે ત્યારે અજાણ્યો નંબર હોય તો કોલ બેક ન કરવું એ જ હિતાવહ છે.

Related posts

કોરોના સંકટ વચ્ચે આજથી ક્રિકેટનો પુન: પ્રારંભ,ઈંગ્લેન્ડ અને વિન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ

Bansari

પોલીસની હત્યા પહેલા દુબેએ પત્નીને કરી હતી બધી વાત, પોલીસ-દુબેની સાંઠગાંઠનો પત્ર લીક

pratik shah

ઈસનપુર વિસ્તારની એક સોસાયટીમાં એક જ પરિવારનાં સાત સભ્યોનો રિપોર્ટ પોઝિટીવ, આસપાસના લોકોમાં ફેલાયો ફફડાટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!