GSTV
AGRICULTURE Rajkot Trending ગુજરાત

સૌરાષ્ટ્રનું આ માર્કેટ યાર્ડ ગુજરાતમાં પ્રથમ ક્રમે, જણસીની વધુ આવક અને ટર્ન ઓવર સાથે બન્યુ નંબર વન

સૌરાષ્ટ્રમાં પ્રથમ સ્થાન ધરાવતું ગોંડલ માર્કેટ યાર્ડ પ્રથમ વખત ગુજરાતમાં નંબર વન બન્યું હતું. વિવિધ જણસીઓની વધુ આવક અને ટર્નઓવર સાથે માર્કેટ યાર્ડ નંબર વન બન્યું હતું. અમદાવાદ ખાતે મળેલા ગુજરાત નિયંત્રણ બજાર સંઘના અહેવાલમાં ગોંડલ માર્કેટ પ્રથમ સ્થાને રહ્યું હતું. રૂપિયા 2 હજાર 361 લાખની માર્કેટ ફીની આવક સાથે ગોંડલ માર્કેટ યાર્ડમાં ગુજરાતમાં પ્રથમ સ્થાને રહ્યું હતું.

ગોંડલ યાર્ડમાં સૌથી વધુ મગફળી, તલ, મગફળી દાણાની પણ લે વેચ થાય છે. મસાલા, જીરું દાણા, લસણ, ડુંગળી જેવા મસાલા પાકનું સૌથી મોટું માર્કેટ બનવા જઈ રહ્યું છે. ખેડૂતો આ ગોંડલ યાર્ડમાં મોટા પાયે પોતાની જણસી વેચવા માટે આવે છે. માર્કેટયાર્ડના સભ્યો સહકાર અને વેપારીઓ સાથે ખેડૂતોનું તાલમેલ સારો બેસતા વધુને વધુ વેચાણ માટે આવે છે. માલ ઉતારવા માટે છાપરા તેમજ માલ સુકવવા માટેની વ્યવસ્થા છે. ખેડૂતો તેમજ વેપારીઓને રહેવા માટેની સસ્તા ભાગે વ્યવસ્થા ગોઠવી આપે છે.

કર્મચારીઓની કામગીરી સાથેના સુમેળથી ગોંડલ યાર્ડ માલ વેચાણમાં નંબર વન બન્યું છે.

સૌરાષ્ટ્રનું ગોંડલ માર્કેટ યાર્ટ ગુજરાતમાં પ્રથમ ક્રમે
જણસીની વધુ આવક અને ટર્ન ઓવર સાથે યાર્ડ બન્યુ નંબર વન
ગોંડલનું માર્કેટ યાર્ડ માર્કેટ ફી બાબતે ગુજરાતમાં પ્રથમ

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

અમદાવાદમાં પ્રોપર્ટીટેકસની ફરિયાદ ઓનલાઈન નોંધાવી શકાશે, 15 દિવસમાં થઇ જશે અરજીનો નિકાલ

Damini Patel

વધુ એક ફલાઇટમાં ખામી સર્જાઈ/ એલાર્મ વાગ્યા બાદ કોઈમ્બતુરમાં Go First ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, બધા મુસાફરો સુરક્ષિત

Binas Saiyed

આકાશ કાળા ઘનઘોર વાદળોથી ઘેરાયા બાદ અમદાવાદમાં મૂશળધાર વરસાદ, અનેક વિસ્તારો પાણી પાણી થયા

Damini Patel
GSTV