GSTV
Rajkot ગુજરાત ટોપ સ્ટોરી

ગોંડલ ગેંગરેપ કેસ / કોર્ટે 2 મહિનાની અંદર આપ્યો મોટો ચુકાદો, ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા

ગોંડલ ગેંગરેપ

યુવતિ પર ત્રણ શખ્સો કરેલા ગેંગરેપના કેસમાં ગોંડલની પોક્સો કોર્ટે ગેંગરેપના દોષિતોને આજીવન કેદની સજા ફટકારી. માત્ર 1 મહિનાને 23 દિવસના ટુંકા સમયમાં જ પોસ્કો કોર્ટે આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી છે. જેમાં મુકેશનાથ ગુલાબનાથ લકુમ, સંજયનાથ ગુલાબનાથ માંગરોલીયા અને અજયનાથ દિનેશનાથ માંગરોલીયાને આજીવન કેદની સજા ફકટારાઇ છે.

ગોંડલ ગેંગરેપ

શું હતો સમગ્ર મામલો

રાજકોટ જિલ્લાના ગોંડલમાં પ્રતીક પિત્રોડા નામનો યુવાન પોતાની સગીર વયની પ્રેમિકા સાથે ઉમરાળા રોડ પર એકાંત માણી રહ્યો હતો. ત્યારે આ સમયે જ મુકેશનાથ ગુલાબનાથ લકુમ, સંજયનાથ ગુલાબનાથ માંગરોલીયા અને અજયનાથ દિનેશનાથ માંગરોલીયા મોટર સાયકલ પર ત્યા આવી પહોંચ્યા હતા. પ્રેમી યુગલ કાઈ સમજે તે પહેલા જ ત્રણેય શખ્સોએ યુવકને મારવાનું શરૂ કર્યું હતું.

ત્રણેય શખ્સોએ છરીની અણીએ યુવકને બાનમાં લીધું હતું. ત્રણેય આરોપી તરૂણીને 300 મીટર દૂર ધસડી લઈ ગયા હતા અને ત્રણેય આરોપીઓએ વારાફરતી પોતાની હવાસ સંતોષી હતી. સમાજમાં આબરૂ જવાની બીકે તરૂણી તેમજ પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જોકે સમાજના લોકોના સમજાવ્યા બાદ પરિવારજનોએ ગત જૂન મહિનામાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરતા ત્રણેય શખ્સોની ઝડપી પાડ્યા હતા અને જેલ હવાલે કર્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

પૂર્વ કોંગી નેતા જોડાયા આપમાં! AAPએ બે હજાર પદાધિકારીઓની કરી નિમણૂક, ભાજપના નેતાઓને ગણાવ્યા રાવણ જેવા અહંકારી

pratikshah

હર્ષદ રિબાડીયા જોડાશે ભાજપમાં! ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરશે

pratikshah

ભટારના શાંતિવન મિલ પાસે લિફ્ટ તૂટી પડતા એક વ્યક્તિનું મોત, આઠ કામદારોને પહોંચી ગંભીર ઈજાઓ

pratikshah
GSTV