GSTV
Gujarat Government Advertisement

માળો પીંખાયો : ગોંડલમાં એક જ પરિવારના આઠ સભ્યો કોરોનાની ઝપટે, ત્રણનાં મોત

કોરોના

Last Updated on May 12, 2021 by Bansari

કોરોનાની સાથોસાથ કુદરત પણ ક્રૂર બનતો હોય તેવી ઘટના ગોંડલના ભાલાળા પરિવારમાં બનવા પામી છે. જેમાં એક સાથે આઠ સભ્યો કોરોનાની ઝપટે ચડયા બાદ ૧૨ દિવસના અંતરે જ વૃદ્ધ દંપતી બાદ નાના પુત્રનું પણ નિધન થતા પરિવાર પર વજ્રાઘાત થવા સાથે શોકમગ્ન બન્યો છે.

પરિવારનાં આઠ સદસ્યો એક સાથે કાળમુખા કોરોનાની ઝપટે ચડી ગયા

ગોંડલના બસ સ્ટેન્ડ પાસે કૃષ્ણનગરમાં રહેતા અને મર્કન્ટાઈલ બેન્કમાં ડેઈલી કલેક્શનનું કામ કરતા કેતનભાઇ ભાલાળાના પરિવારનાં આઠ સદસ્યો એક સાથે કાળમુખા કોરોનાની ઝપટે ચડી ગયા હતા. જેમાં સારવાર દરમિયાન પિતા ઘુસાભાઇ (ઉ.વ. ૭૨) કોરોનાથી સંક્રમિત થતા ગત તારીખ ૨૯ એપ્રિલના મોતને ભેટયા હતા. પરિવાર હજુ ઘરના વટવૃક્ષ સમાન પિતાના નિધનના શોકમાંથી ઊગર્યો નહોતો, ત્યાં જ માતા જમકુબેન (ઉ.વ.૬૮)ને કોરોનાની ભરખી જતા તેમનું તારીખ ૭ શુક્રવારના અવસાન થયું હતું.

કોરોના

કુદરતને કાળજે હજુ ટાઢક ન પહોંચી હોય ત્યાં પરિવારના સૌથી નાના લાડકવાયા કેતનભાઇ (ઉ.વ.૪૩)નું કોરોના ના કારણે નિધન થતા પરિવારમાં કોણ કોને સાંત્વના આપે તેવી દુવિધા ઉભી થવા પામી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!