GSTV

યુપી/ પૂજારી પર કરવામાં આવેલો જીવલેણ હુમલો નકલી નિકળ્યો, બહારથી શૂટર બોલાવી કરાવ્યો હતો પોતાના પર હુમલો

ઉત્તર પ્રદેશના ગોંડામાં પૂજારીને ગોળી મારવાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. રામજાનકી મંદિર મનોરમાના પૂજારી મહંત સીતારામ ગાસ પર જીવલેણ હુમલો કરવામાં સંડોવાયેલા મહંત સીતારામ દાસ સહિત 7 લોકોની પોલીસે ધરપકડ કરી છે. તેમની પાસેથી ઘટનામાં સામેલ હોવાના સબૂત તરીકે કેટલોય સામાન અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓએ કબૂલાત કરી હતી કે, બાબા સીતારામ દાસે જ પૂજારી સમ્રાટ દાલ પર હુમલો કરાવ્યો હતો. વિરોધીયોને ફસાવવા માટે આ ચાલ રચવામાં આવી હતી.

પોલીસે તેમની તપાસ બાદ જણાવ્યુ છે કે, તિર્રેમનોરમાના પ્રધાન વિનય સિંહ તથા મંદિરના મહંત સીતારામ દાસે સાથે મળીને આ ઘટનાનું ષડયંત્ર રચ્યુ છે. મંદિરની લગભગ 120 વિધા જમીન છે. જેનો વિવાદ ચાલી રહ્યો હતો.

એસપીએ જણાવ્યુ હતું કે, આ મામલામાં આરોપીઓ પર જીવલેણ હુમલો, 120 સહિતની કલમો અનુસાર કેસ દાખલ કરવામાં આવ્યો છે. મહંત સીતારામ દાસ, પ્રધાન વિનય સિંહ, મુન્ના સિંહ, વિપિન દ્વિવેદી, સોનૂ સિંહ, શિવશંકર સિંહ તથા નીરજ સિંહની ધરપકડ કરવામાં આવી છે. આ ષડયંત્રમાં સામેલ પૂજારી સમ્રાટ દાસનું પોલીસની દેખરેખ હેઠળ લખનઉની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે પ્રધાનનો પુત્ર આરોપિત સૂરજ પોલીસની પકડથી ફરાર છે. જેના પાંચ મોબાઈલ, ત્રણ તમંચા અને કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

જમ્મુ કાશ્મીરમાં હિંસા ફેલાવવાનું પાકિસ્તાનનું મોટુ ષડયંત્ર : ગુપ્તચર ખાતાએ મોદી સરકારને આપી ચેતવણી, પાકિસ્તાને લીધી છે આગેવાની

Ankita Trada

Ludo trailer: કોમેડીથી ભરપૂર ‘લૂડો’નું ટ્રેલર રિલીઝ, પંકજ ત્રિપાઠીનો આવો અંદાજ પહેલા નહી જોયો હોય

Bansari

ક્રિકેટ જગતનો એક ખેલાડી જે મેદાન પર આવે એટલે મનોરંજનની 100 ટકા ગેરન્ટી!

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!