GSTV

VIDEO: સક્સેસ એન્જોઇ કરી રહી છે ‘ગોલમાલ અગેઇન’ની ટીમ

Last Updated on October 27, 2017 by

દિવાળી પર રિલીઝ થયેલી ‘ગોલમાન અગેઇન’ના બૉક્સઑફિસ ક્લેક્શનમાં સતત વધારો થઇ રહ્યો છે. ફિલ્મે દેશભરમાં શરૂઆતના 6 દિવસોમાં 126.94 કરોડ રૂપિયાની કમાણી કરી દીધી છે. ટ્રેન્ડ એનાલિસ્ટ અનુસાર, ફિલ્મે બુધવારે 10.05 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ઇન્ડિયાની છોડી વિદેશમાં પણ ફિલ્મ સારો બિઝનેસ કરી રહી છે. હાલમાં ફિલ્મનું ઑવરસીઝ ક્લેક્શન 27.09 કરોડ રૂપિયા છે. આ સાથે જ ‘ગોલમાલ અગેઇન’ની કુલ કમાણી 154.03 કરોડ રૂપિયા થઇ ગઇ છે.

રોહિત શેટ્ટીની ‘ગોલમાન’ સીરિઝની આ ફિલ્મને 3500 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી હતી. સૂત્રોનુસાર ફિલ્મનું બજેટ લગભગ 100 કરોડ રૂપિયા હતુ, જેમાં પ્રોડક્શનના રૂ. 60 કરોડ અને રૂ. 20 કરોડ પ્રમોશન માટે હતા.

Watch Video Here

ફિલ્મની સક્સેસ જોતા ડિરેક્ટર રોહિત શેટ્ટી અને ફિલ્મની સ્ટાર કાર્સ્ટ સેલિબ્રેશન કરી રહી છે. ગુરુવારે પરિણીતી ચોપરાએ ‘ગોલમાન અગેઇન’ સ્ટાર્સની સાથેનો વીડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો જેમાં તેઓ પાર્ટી કરી રહ્યા છે. ફિલ્મના લીડ રોલને છોડીને પરિણીતી ચોપરા, તબૂ, અરશદ વારસી, તૂષાર કપૂર, કૂનાલ ખેમૂ, શ્રેયસ તલપડેની સાથે રોહિત શેટ્ટી પણ જોવા મળી રહ્યો છે.

‘ગોલમાન અગેઇન’ ‘ગોલમાલ’ સીરિઝની ચોથી ફિલ્મ છે. ‘ગોલમાલ’ સીરિઝની તમામ ફિલ્મ ઓડિયન્સે ખૂબ જ પસંદ કરી હતી. આ ફિલ્મ હિટ જતા ડિરેક્ટર રોહિત શેટ્ટી અને ટીમે નવા પાર્ટ આવવાનો સંકેટ આપ્યો છે.

Related posts

સ્લીવલેસ ડ્રેસમાં ક્યૂટ દેખાતી શમિતાએ લૂંટી લોકોની વાહવાહી, બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટની બહાર ચડી કેમેરાની નજરે

Zainul Ansari

મલાઈકા ફરી ચડી કેમેરાની નજરે : ટોપ અને ટાઈટ લેગિંગમાં વિખેરી આ અભિનેત્રીએ પોતાની અદાઓ, ક્યારેય નથી ચૂકતી વર્કઆઉટ રૂટિન

Zainul Ansari

બોલિવુડ અભિનેતા રણદીપ હુડા ક્રાઈમ થ્રિલર સીરીઝમાં જોવા મળશે ડોનના રોલમાં, OTT પર રજુ થશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!