GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

ગોલમાલ-5 લઈને આવી રહ્યો છે રોહિત શેટ્ટી, ફરી સાથે જોવા મળશે અજય-રોહિતની સુપર હિટ જોડી

ગોલમાલ-5

ડાયરેક્ટર રોહિત શેટ્ટી સાથે અજય દેવગણે એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી છે. આ જોડીને ગોલમાલ અને સિંઘમ ફ્રેન્ચાઇઝી લોકોને એટલી બધી પસંદ પડી છે કે તેઓ આ સિરીઝની આગામી ફિલ્મની રાહ જોતા હોય છે. તમે અજય દેવગણના ફેન છો તો તમારા માટે સારા સમાચાર એ છે કે રોહિત શેટ્ટી ટૂંક સમયમાં જ ગોલમાલ-5 ઉપર કામ શરૂ કરી રહ્યા છે.

રોહિત શેટ્ટી ગોલમાલ સિરીઝની આગામી ફિલ્મ પર કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છે

ગોલમાલ-5

એક રિપોર્ટ મુજબ રોહિત શેટ્ટી ગોલમાલ સિરીઝની આગામી ફિલ્મ પર કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે તેઓ સૂર્યવંશી પૂર્ણ કરશે તે સાથે જ ગોલમાલ-5ની કામગીરી શરૂ કરી દેશે. આમ થશે તો ફેન્સને ફરી એક વાર અજય દેવગણ કોમેડી અવતારમાં જોવા મળશે.

સૂર્યવંશી કોરોના વાયરસને કારણે લાગેલા લોકડાઉનને કારણે ફસાઈ

રોહિત શેટ્ટીની સૂર્યવંશી કોરોના વાયરસને કારણે લાગેલા લોકડાઉનને કારણે ફસાઈ ગઈ છે.  આ ફિલ્મ માર્ચ મહિનામાં રિલીઝ થનારી હતી. આ ફિલ્મમાં અક્ષયકુમાર અને કેટરિના કૈફ મુખ્ય ભૂમિકામાં છે. હવે જોવાનું એ રહે છે કે ગોલમાલ-5 માટે ફેન્સે કેટલી રાહ જોવી પડશે.  એટલું તો નક્કી છે કે લોકડાઉન બાદ તરત જ તેની કામગીરી શરૂ થઈ જશે.

Read Also

Related posts

244માં સ્વતંત્રતા દિવસે પીએમ મોદીએ આપી અમેરિકાને શુભેચ્છા, છલકી ઉઠ્યો પરસ્પર પ્રેમ

pratik shah

વિશ્વમાં કોઈ ના કરી શક્યું એ કોરોનામાં ભારતે કરી બતાવ્યું, ચીનને પણ પાછળ રાખી દીધું

Pravin Makwana

ટ્રેનમાં મુસાફરી સમયે બેડશીટ અને બ્લેન્કેટ માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા, ફ્રીમાં સુવિધા હવે ભૂલી જાઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!