GSTV
Ajab Gajab Trending

ગોલીઓ કી રાસલીલા, હવામાં ફાયરિંગ કરી નવરાત્રી ઉજવવાની 100 વર્ષ જુની પરંપરા

નવરાત્રીમાં દાંડિયારાસની રમઝટ હોય એ સ્વભાવિક છે પરંતુ ઝારખંડ રાજયના રાંચીમાં ગુરખા રેજીમેન્ટ દ્વારા 135 વર્ષથી થતી અનોખી નવરાત્રીની શરૃઆત દુર્ગા માતાને ગોળીઓની સલામી આપીને કરવામાં આવે છે. આમ આ સ્થળે ડીજેના ટકોરે નહી પરંતુ ગોળીઓની રમઝટ સાથે જ નવરાત્રીનો પ્રારંભ થાય છે.

અહીંયા મહિલાઓ દુર્ગા માતાની મુર્તિના સ્થાને કલશોની સ્થાપના કરે છે.આઝાદી પહેલા મૂર્તિ સ્થાપવાનો પ્રયાસ થયેલો પરંતુ તે દરમિયાન જ એક સૈનિકનું મુત્યું થતા કળશ સ્થાપવાની પ્રથા પડી હતી.આ અનોખી નવરાત્રી ઉજવતો વિસ્તાર જૈપ વન પરીસર તરીકે ઓળખાય છે. 1880માં ગુરખા રિઝર્વ ફોર્સની સ્થાપના થઇ ત્યારથી આ પરંપરા પેઢી દર પેઢી ચાલી આવે છે.

આ બટાલિયનનું પહેલા નામ ન્યુ રિઝર્વફોર્સ હતું. ત્યાર બાદ જીએમજી,બીએમપી અને છેલ્લા 12 વર્ષથી જૈપ તરીકે ઓળખાય છે. અહીં નવરાત્રી દરમિયાન જવાનો શસ્ત્ર પૂજા પણ કરે છે.નવરાત્રીના નવ દિવસો શરુ થાય ત્યારે બેન્ડ વાજાની ધૂન સાથે કળશની સ્થાપના અને પૂજા  કરવામાં આવે છે અને મહિલાઓ ફૂલ અને પાનની પૂજા કરે છે.

શ્રધ્ધાળુઓ ફૂલોથી શણગારેલી ટોપલી લઇને પરીસરમાં ફરે છે. જૈપ વેન પરીસરમાં માતા દુર્ગાના કળશની સ્થાપના અનોખી છે. પછી શકિત સ્વરૃપા દુર્ગા માતાને બંદુકની ગોળીઓ છોડીને સલામી અપાય છે. આમ ગુલાલની સાથે ગોળીઓની પણ રમઝટ વાગે છે. આ રીતે પૂજા કરવાથી માતાજીની કૃપા થાય છે એટલ જ તો નકસલ પ્રભાવિત વિસ્તારમાં પણ માતાજી રક્ષણ કરે છે એવી શ્રધ્ધા ધરાવે છે.

Related posts

ગેહલોતે સચિન પાયલટને ગદ્દાર કહ્યા બાદ બંને નેતાઓ પ્રથમ વખત આમને-સામને, કેસી વેણુગોપાલ રાજકીય ખેંચતાણ અંગે ચર્ચા કરી શકે

HARSHAD PATEL

ભાજપને આંચકો/ હરિયાણા જિલ્લા પરિષદની સાત જિલ્લાની 102 બેઠકોમાંથી ફક્ત 22 બેઠકો પર ભાજપનો વિજયઃ 15 બેઠકો સાથે આપની એન્ટ્રી

HARSHAD PATEL

આ એક એવી લાઈબ્રેરી જેના વખાણ પીએમ મોદીએ કર્યાં, જાણો શું છે તેમાં ખાસ?

Kaushal Pancholi
GSTV