GSTV

પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત હોવા છતા બાળકોને જીવના જોખને કરાવાય છે અભ્યાસ

વાવના ગોલગામ પ્રાથમિક શાળામાં દોઢ વર્ષથી ડેમેજ સર્ટી મળ્યા છતાં ડેમેજ રૂમોમાં બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. વાવના ગોલગામની પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડામાં અભ્યાસ કરી રહ્યા છે. પૂર આવ્યું તેને બે વર્ષ થયાં, નુકસાની બાદ ડેમેજ સર્ટી આવી ગયું, તેને પણ દોઢ વર્ષ થયું, પણ આ શાળાના રૂમો હજૂ પણ પડવાના વાંકે ઉભા છે. બાળકો મરવાના વાંકે તેમા અભ્યાસ કરે છે.

સરકારના ધારાધોરણ મુજબ ડેમેજ સર્ટી આવ્યા પછી પણ તાલુકા શિક્ષણ અધિકારીએ ડેમેજ રૂમો ન પાડવાની મૌખિક સૂચના શિક્ષકોને આપી હોવાનો આક્ષેપ વાલી અને શિક્ષકો કરી રહ્યાં છે. પણ આ રૂમો જર્જરિત અવસ્થામાં છે. શું તંત્ર કોઈ દુર્ઘટના ઘટવાની રાહ જોઈ રહ્યું છે. સીધી અને સરળ માગ છે કે જર્જરિત રૂમો તાત્કાલિક પાડવામાં આવે અને શાળાના નવા રૂમ મંજૂર કરવામાં આવે. છેલ્લા બે વર્ષથી આટલી ગંભીર બાબત જો શિક્ષણ વિભાગના ધ્યાને ન આવતી હોય તો પહેલા જાહેરાતો અને અમલવારીનું મર્જર કરવું જરૂરી બની જાય છે. બાદમાં શાળાઓ મર્જર કરવાની વાતો વ્યાજબી લાગશે.

READ ALSO

Related posts

કાળા બજારીઓએ માર્કેટમાં કૃત્રિમ અછત ઉભી કરતા, ડુંગળી બટાટાના ભાવ આસમાને પહોંચ્યા

Nilesh Jethva

દીવા તળે અંધારું : અમદાવાદ મનપાની ઓઢવ સ્થિત સબ ઝોનલ કચેરીની સામે છેલ્લા બે મહિનાથી ડ્રેનેજ ઓવરફલો

Nilesh Jethva

રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકો પરની પેટા ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ, 8 બેઠકો પર કુલ 81 ઉમેદવારો મેદાને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!