GSTV

અડધો કિલો સોનું પહેરીને વેચે છે કુલ્ફી, ઈંદોરની મશહૂર સરાફા ચોપાટીમાં આવનાર માટે છે આકર્ષણનું કેન્દ્ર

Last Updated on February 21, 2021 by Karan

મધ્ય પ્રદેશનું ઈંદોર પોતાની ભાગદોડભરી જિંદગી ઉપરાંત ખાવા-પીવાની વિવિધતાને લઈને પણ પ્રખ્યાત છે. ઈંદોરની મુલાકાતે આવનારી દરેક વ્યક્તિ એક વખત સરાફા ચોપાટી જરૂર જાય છે. ખાવા-પીવાના શોખીનો માટે આ જગ્યા સ્વર્ગથી ઉતરતી નથી જ્યાં ઈંદોરની મશહૂર વાનગીઓનો રસાસ્વાદ પણ માણી શકાય છે.

કુલ્ફી ઉપરાંત શરીર પર લદાયેલા સોનાના ઘરેણાઓને લઈને પણ પ્રખ્યાત

સરાફા બજારમાં એક વ્યક્તિ પોતાની કુલ્ફી ઉપરાંત શરીર પર લદાયેલા સોનાના ઘરેણાઓને લઈને પણ પ્રખ્યાત છે. 62 વર્ષીય નટવર નેમા સરાફા બજારમાં કુલ્ફી ફાલુદા અને ગજકની દુકાન ધરાવે છે. સરાફા બજારમાં આવનારા લોકો તેમના કુલ્ફી ફાલુદાની જયાફત માણે જ છે પરંતુ તેમના સાથે સેલ્ફી લેવાનું પણ નથી ભૂલતા. ગોલ્ડમેન નટવર ગ્રાહકોને કુલ્ફી વેચવાની સાથે શરીર પર અડધા કિલો કરતા પણ વધારે સોનું પહેરે છે જેને જોઈ લોકો દંગ રહી જાય છે.

પિતાએ સરાફા બજારમાં આ દુકાનની શરૂઆત કરી હતી

નટવરના કહેવા પ્રમાણે તેમના પિતાએ સરાફા બજારમાં આ દુકાનની શરૂઆત કરી હતી અને ધીમે-ધીમે તેમણે આ દુકાન સંભાળી લીધી હતી. પોતાના સોના સાથેના લગાવની વાત કરતા તેમણે જણાવ્યું કે, સરાફા બજારમાં સોના-ચાંદીનો વેપાર થાય છે અને માટે તેઓ પહેલેથી જ સોનાથી આકર્ષિત રહ્યા છે.

દાંત તૂટી ગયો ત્યારે તેમણે નવો દાંત પણ સોનાનો જ નખાવ્યો

સૌ પ્રથમ તેમણે સોનાની વીંટી પહેરવાથી શરૂઆત કરી હતી અને બાદમાં ચેન વગેરેનો ઉમેરો કરતા અડધા કિલોથી વધારે સોનું પહેરવા લાગ્યા હતા. તેઓ સોનાની બાલી, વીંટીઓ, ગળામાં અઢળક ચેન, સોનાના કડા અને બ્રેસલેટ વગેરે પહેરે છે. તેમને સોનાથી એટલો લગાવ છે કે જ્યારે તેમનો દાંત તૂટી ગયો ત્યારે તેમણે નવો દાંત પણ સોનાનો જ નખાવ્યો હતો.

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને તેમના પત્ની સાધના સિંહે પણ નટવર નેમાની કુલ્ફી ખાધેલી

અનેક નેતાઓ અને સેલિબ્રિટી પણ તેમની દુકાને કુલ્ફીનો આનંદ માણવા પહોંચી જતા હોય છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય તો ઈંદોરના જ રહેવાસી છે અને સહપરિવાર અનેક વખત આ દુકાને જોવા મળે છે. તે સિવાય ભાજપના પ્રવક્તા સાંબિત પાત્રા, ભૈયાજી જોશી, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને તેમના પત્ની સાધના સિંહે પણ નટવર નેમાની કુલ્ફી ખાધેલી છે. ઈંદોરના સરાફા બજારમાં આખો દિવસ સોના-ચાંદીનો વેપાર થાય છે અને રાત પડે ખાણી-પીણીની દુકાનોમાં ભીડ ઉમટે છે. રાતે 10થી 2 વાગ્યા સુધી 200 જેટલી દુકાનોમાં સ્વાદરસિક લોકોનો મેળાવડો જામે છે

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

દાવ થઈ ગયો/ પતિ સાથે ઝઘડો થયો તો પત્નીએ મિલાવટની પોલ ખોલી નાખી, ખાદ્ય વિભાગને કહ્યું-પતિ બનાવે છે નકલી ઘી

Pravin Makwana

Free Ration News : મફત અનાજ મેળવવા બસ કરો આ કામ, સરકારે ગરીબોને આપી રાહત

Vishvesh Dave

USAમાં વેપારની તક : અહીં બેઠા અમેરિકામાં વેચાણ કરવું છે? Walmart આપે છે, માર્કેટમાં પ્રવેશવાનો વિકલ્પ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!